શિવ ચરિત્રની આ છે ત્રણ ખાસિયતો…

હિંદું ધર્મશાસ્ત્રોમાં શિવને ગુણાતીત કહેવામાં આવ્યા છે. અર્થાત્ શિવ અગણિત ગુણ અને શક્તિઓના સ્વામી છે. આ શક્તિઓની મહિમા પણ અપાર છે. શિવનું આ બેજોડ ચરિત્ર જ શિવને દેવોના દેવ અર્થાત્ મહાદેવ બનાવે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવના ચરિત્ર ઉપર સાંસારિક અને વ્યાવહારિક દૃષ્ટિએ ધ્યાન આપીએ તો જાણ થાય છે કે શિવને દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ હોવા પાછળ પણ કેટલીક ખાસ મહત્વ ધરાવે છે.જાણો આખરે શિવની એવી જ 3 મહત્વની શક્તિઓ કંઈ છે.

વાસ્તવમાં માનવીય જીવનની દિશા અને દશા નક્કી કરવામાં બે વાતો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પહેલી રચના, ઉત્પત્તિ, સર્જન અને બીજી આજીવિકા. આ બંને લક્ષ્યોને પ્રાપ્ત અને કાયમ રાખવા માટે અહીં બતાવેલ ત્રણ ગુણ મહત્વના છે કે એમ કહો કે તેના વગર ન સર્જન કરવું, કે જીવન ચલાવવું પણ શક્ય નથી.

શિવ ચરિત્રની આ ત્રણ બેજોડ ગુણોથી સંપન્ન છે. તેને લીધે જ જે વ્યક્તિને જીવનમાં આ ત્રણ ગુણોથી યશ, ધન અને સુખ નજર આવે છે. ધાર્મિક દૃષ્ટિએ એવું માનવામાં આવે છે કે એવું થવું શિવજીના પ્રસન્ન થવાનો સંકેત હોય છે.

પાવનતા અને વૈભવઃ- શુદ્ધતા, પાવનતા અને પવિત્રતાના અભાવમાં માનવ જન્મ હોય કે કોઈ વસ્તુની રચના દોષપૂર્ણ થઈ જાય છે. શિવ ચરિત્ર અને તેમનું નિરાકાર શિવલિંગ પણ સર્જનનું પ્રતીક થઈને જીવન અને વ્યવહારમાં પાવનતા અને સંયમનો સંદેશો આપે છે. શિવનો સંયમ અને વૈરાગ્ય બંને તન-મનને પવિત્રતાની શીખ છે.

આને લીધે જ અચાનક દરિદ્રતા, તંગી, રોગ અને કલેશથી ઘેરાયેલ શિવ કે કોઈ દેવભક્તને આ પરેશાનીઓથી છુટકારો મળવા લાગશે, તો ધાર્મિક આસ્થાથી એ વ્યક્તિના જીવન ઉપર શિવકૃપાનો મોટો સંકેત માનવામાં આવે છે.

જ્ઞાનઃ- જ્ઞાન કે શિક્ષાના અભાવમાં જીવનયાપન સંઘર્ષ કે સંકટ ભરેલ હોય છે. જ્ઞાન અને બુદ્ધિના મેલજોલથી સારી આજીવિકા અર્થાત્ જીવનના ચાર પુરુષાર્થમાં એક અર્થ પ્રાપ્તિના રસ્તા ખૂલી જાય છે. ભગવાન શિવ પણ જીવન માટે જરૂરી જ્ઞાન, કલાઓ, ગુણ અને શક્તિના સ્વામી હોવાથી જગતગુરુ પણ કહેવામાં આવે છે, જે ધર્મ શાસ્ત્ર, તંત્ર-મંત્ર અને નૃત્યના રૂપમાં જગતને મળ્યા.

કોઈ પણ ધર્મ અને ઈશ્વરને માનનાર જો જ્ઞાન વડે યશ અને સફળતાનાં શિખરો સુધી પહોંચે તો ધાર્મિક દૃષ્ટિએ તે શિવ કૃપા જ માનવામાં આવી છે, જેને કાયમ રાખવા માટે અહંકારથી અલગ રહીને વિવેકની સાથે જ્ઞાન, કલા કે હુન્નરને વધારવા અને સંકલ્પિત થઈ જવું જોઈએ.

પુરુષાર્થઃ- જીવનના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંકલ્પોની સાથે પૂરી રીતે ડૂબીને પરિશ્રમને અપનાવવો તે જ પુરુષાર્થનો ભાવ છે. તેને ધર્મ અને અધ્યાત્મ ક્ષેત્રમાં સાધના કે તપના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ભગવાન શિવ પણ મહાયોગી, તપસ્વી માનવામાં આવે છે. •

You might also like