બ્રેકઅપ બાદ વ્યક્તિ વધારે મજબુત બને છે, જાણો કેવી રીતે

સામાન્ય રીતે લોકોને કહેતા સાંભળ્યું હશે કે તે પોતાના પ્રેમ વગર એકલતા અનુભવે છે. તેમના વગર તેમનું જીવન બેરંગ થઇ ગયું છે. પરંતુ જે રીતે સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે જીવનને જોવાના પણ બે દ્રષ્ટિકોણ હોય છે. લોકો બ્રેકઅપ બાદ નબળા નથી થતા પરંતુ વધારે મજબુત બને છે. પહેલી વખત જ્યારે તમે કોઇને પ્રેમ કરો છો તો તમારા મગજમાં માત્ર રોમેન્ટિક વાતો જ આવે છે. વાસ્તવિકતા સાથે તમારો કોઇ જ સંબંધ હોતો નથી. પરંતુ એક વખત સંબંધ તૂટ્યા પછી જ્યારે તમે બીજી વખત અન્ય સંબંધમાં પ્રવેશો છો, ત્યારે જીવનની વાસ્તવિકતાથી તમે માહિતગાર થઇ ગયા હોવો છો. તમે એક વ્યવહારિક વ્યક્તિ બની જાવ છો.

સૌથી મહત્વની વાત એ છે કે એક વખત તમે નિષ્ફળતા પ્રાપ્ત કરી હોય એટલે તમે એ વાતથી ચોક્કસ માહિતગાર થઇ જાવ છો કે લાઇફમાં કશું જ સ્થાયી નથી. લોકો જ્યારે આ ભાવનામાંથી બહાર આવી જાય છે. ત્યારે પરિસ્થિતી સાથે લોકો પણ બદલાય છે. પ્રેમ માત્ર એક જ વખત થાય છે. પરંતુ જ્યારે બ્રેકઅપ થાય છે અને વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધે છે. ત્યારે એ અહેસાસ થઇ જાય છે કે સમય સાથે બધુ જ બરાબર થઇ જાય છે. બ્રેકઅપ બાદ પરિસ્થિતીને સામાન્ય કરવા માટે દુનિયા સાથે વ્યક્તિ લડે છે. જે વ્યક્તિને પરિસ્થિતી સામે વિજયી બનાવે છે. ત્યાર બાદ તમે કોઇને એ હક નહીં આપી શકો કે કોઇ તમને દુઃખ પહોંચાડીને ચાલ્યું જાય.

http://sambhaavnews.com/

You might also like