જનતાને ફરીથી મોંઘવારીનો માર, પોતાનું ઘર-કારના સપના થશે મોંઘા!

આગામી મહિનાઓમાં હોમ અને કાર લોન મોંઘી થઈ શકે છે. બેંકો દ્વારા રેટ વધારવાની શરૂઆત થઈ ચુકી છે. એક્સિસ બેંક, કોટક મહિદ્રા બેંક, ઈન્ડસઈન્ડ બેંક અને યસ બેંક જેવા પ્રાઈવેટ સેક્ટરની બેંકોએ જાન્યુઆરીથી પોતાના બેંચમાર્ક MCLRમાં 5થી 10 બેસિસ પોઈન્ટ વધાર્યા છે.

બેંકોએ એપ્રિલ 2016માં નવા MCLR સિસ્ટમને લાગુ કર્યા બાદ પ્રથમ વખત રેટ વધાર્યા છે. બેંકો પાસે MCLR હેઠળ 7 અલગ અલગ મુદ્દત છે, જેમાં ઓવરનાઈટ, એક મહિનો, ત્રણ મહિના, છ મહિના, એક વર્ષ બે વર્ષ અને ત્રણ વર્ષ છે. MCLR સાથે લિંક હોય તેવી તમામ લોન પર હવે રેટ વધી જશે.

MCLR એટલે કે માર્જિનલ કૉસ્ટ ઑફ ફંડ્સ બેઝ લેન્ડિંગ રેટ છેલ્લે બેંકોએ 2016 એપ્રિલમાં વધાર્યા હતા. હવે બેંકો દ્વારા MCLRના રેટ વધારવાનું કારણે બેંકોની ડિપોઝિટનું વતર વધારવું છે. જેના કારણે શોર્ટ ટર્મની લોનમાં રેટ વધી જશે.

બીજી તરફ મોંઘવારીનો દર પણ સાત મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ 6 ડિસેમ્બરે મૉનિટર પૉલિસી કમિટીને છ ટકા રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય મોંઘવારીનો દર વધવાના કારણે લેવામાં આવ્યો હતો.

You might also like