ચાર નવી દેડકાની પ્રજાતિ આવી સામે, અંગુઠાના નખ જેટલો છે આકાર

વેસ્ટર્ન પર્વતમાળાના જંગલોમાં એકદમ નાના દેડકાની ચાર નવી પ્રજાતિઓની શોધ કરવામાં આવી છે. આ દેડકા એટલા બધા નાના છે કે તમારા હાથના અંગુઠા પર બેસી શકે છે. પાછલા પાંચ વર્ષની શોધ બાદ વેસ્ટર્ન પહાડના જંગલોમાંથી આ દેડકાની નવી પ્રજાતિ મળી આવી છે. વેસ્ટર્ન પહાડીઓના આ જંગલોની સરખામણી એમેજોન જંગલ સાથે કરવામાં આવે છે. આ દેડકાની લંબાઇ 12થી 16 મીમી વચ્ચે છે. અત્યાર સુધીની દેડકાની જેટલી પ્રજાતિઓ અંગેની જાણકારી છે તેમાં આ સૌથી નાના આકારની પ્રજાતિ હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધી દેડકાના સૌથી નાના આકારની પ્રજાતિ તરિકે પાપુઆ ન્યૂ ગિનીની એક પ્રજાતિ હતી.

આ રાત્રિ દેડકાઓની આકૃતિ વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે તેમના ડીએનએનો બીજી અન્ય પ્રજાતિઓ સાથે સરખામણી કરવામાં આવી. બધા અભ્યાસ બાદ એ જાણવા મળ્યું કે આ નવી ચાર પ્રજાતિઓ માટે અત્યાર સુધી કોઇ માહિતી પ્રાપ્ત હતી નહી. શોધકર્તાઓએ જણાવ્યું કે આ પ્રજાતિનો આકાર ઘણો નાનો હોવાથી અત્યાર સુધી નજરમાં આવ્યા નહોતા. અહીં આ પ્રજાતિના ઘણા બધા દેડકા જોવા મળે છે.

http://sambhaavnews.com/

You might also like