એન્ડ્રોઇડ યૂજર્સ આ છુપાયેલા ફીચર્સના માધ્યમથી સ્માર્ટફોનને બનાવી શકે છે વધુ સ્માર્ટ

નવી દિલ્હી: એન્ડ્રોઇડમાં ઘણા ફીચર્સ એવા હોય છે જેને ગૂગલ નથી ઇચ્છતું કે સામાન્ય યૂજર્સ તેનો ઉપયોગ કરે. કંપની આ ફીચર્સને લોક કરીને રાખે છે, કારણ કે ઘણીવાર ફીચર્સની સાથે છેડછાડ કરવાથી ફોનના સોફ્ટવેરમાં પ્રોબ્લમ્સ આવી જાય છે.

જો તમારી પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે અને તમે તેના સુધી પહોંચવા માંગો છો તો અમે તમને એન્ડ્રોઇડના સીક્રેટ મેન્યૂ વિશે જણાવીએ. કંપનીએ એન્ડ્રોઇડમાં એક હિડન ‘ડેવલોપર્સ ઓપ્શન’ રાખ્યું છે જેના માધ્યમથી તમે તમારા સ્માર્ટફોનની ઘણી વસ્તુઓ બદલી શકો છો.

– આ રીતે કરો ડેવલોપર્સ ઓપ્શનને એક્ટિવ:
એન્ડ્રોઇડની સેટિંગ ખોલો અને સ્ક્રોલ કરીને સૌથી નીચે જાવ. અહીં તમને ‘About device’ ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો અને સ્ક્રોલ કરીને સૌથી નીચે જાવ. હવે તમારે ‘Build number’ ઓપ્શન જોવા મળશે જેના પર સતત ટેપ કરતા રહો. 7-8 વાર ટેપ કરવાથી તમને એક કન્ફોર્મેશન મેસેજ જોવા મળશે જેમાં તમને જણાવવામાં આવશે કે ‘હવે તમે ડેવલોપર છો.’

ત્યારબાદ સેટિંગ્સના મેન્યૂમાં ‘Developer options’ એડ થઇ જશે. તેને ક્લિક કરો અહીં તમને કસ્ટમાઇજેશના ઘણાબધા ઓપ્શન જોવા મળશે.

-સિસ્ટમ એનિમેશન સ્પીડ વધારી શકો છો:
ડેવલોપર્સ ઓપ્શનમાં ઘણા ફીચર્સ કામના સાબિત થશે તેમાંથી એક એનિમેશન સ્પીડ છે જેનાથી તમે એન્ડ્રોઇડ પહેલાંથી ફાસ્ટ લાગશે. તેના માટે Window animation scale, Transition animation scale અને Animator scale ઓપ્શન આપવામાં આવેલ છે. તેને વધારી કે ઘટાડી શકાય છે. તેની સ્પીડ 0.1X હોય છે જેને ઘટાડીને 0.5x કરવાથી તમને ફેરફાર લાગશે.

-બેકગ્રાઉન્ટમાં ચાલતી એપ્સને લિમિટ કરી શકો છો:
સ્માર્ટફોનમાં ઘણી એપ્સ યૂજ ન કરતાં હોવાછતાં ચાલતી રહે છે અને બેટરી તથા મોબાઇલ ડેટા વાપરે છે. આ એપ્સમાં ફેસબુકનું નામ પણ સામેલ છે જે લગભગ બધા યૂજ કરે છે. તેનાથી બચવા માટે ડેવલોપર ઓપ્શનમાં ‘Background process limit’ આપવામાં આવી છે. તેનો ઉપયોગ કરી તમે ઇચ્છો એટલી બેકગ્રાઉન્ડ એપ ચલાવી શકો છો કે પછી બધી બેકગ્રાઉન્ડ પ્રોસેસ બંધ કરી શકો છો.

-એપ કંઝમ્પશનને કરી શકો છો મોનિટર
આ ઓપ્શનના માધ્યમથી તમને ખબર પડે છે કે કઇ એપ્સ વધુ રેમ વાપરે છે સાથે જ કઇ એપ્સે કેટલો ડેટા વાપર્યો છે. તેનાથી તમને એ ખબર પડશે કે કઇ એપ્સ રાખવી છે અને કઇ એપ્સ અનઇસ્ટોલ કરવી છે.

feture-apps

-સ્માર્ટફોનની સ્ક્રીન હંમેશા એક્ટિવ રાખી શકો છો
સ્માર્ટફોનની સ્ક્રીનને ટચ ન કરતાં મોબાઇલ લોક થઇ જાય છે. જો કે સેટિંગ્સ દ્વારા તમે સ્ક્રીન લોકોઅનો ટાઇમ વધારી શકો છો, પરંતુ તેની મેકક્સિમમ મર્યાદા 30 મિનિટની હોય છે, જો તમારે અડધા કલાક સુધી ફોનને ટચ કર્યા વિના તેની સ્ક્રીનને ઓન રાખવી છે તો તમારે અહીંથી ‘Stay awake’ ઓપ્શનને ઇનેબલ કરી શકો છો.

You might also like