1 લાખથી પણ ઓછા બજેટમાં અહીંયા કરો વિદેશ યાત્રા

વિદેશમાં ફરવા જવાનું કોણે પસંદ ના હોય? જીવનમાં એક વખત દરેક માણસનું સપનું હોય કે વિદેશમાં યાત્રા કરે. પરંતુ કેટલીક વખત ઓછા બજેટના કારણે લોકો વિદેશ ફરવા જઇ શકતાં નથી. ઉપરાંત લગ્ન બાદ પણ દરેક કપલ્સનું એવું જ સપનું હોય છેએ એમના હનીમૂનને યાદગાર બનાવે. એ લોકા ખાસ જગ્યાઓ પર જ જવાનું પસંદ કરે છે જે ફરવા માટે સારી હોય. દરેક છોકરીઓ ઇચ્છે છે કે એ ફરવા માટે વિદેશ જાય પરંતુ ઓછું બજેટ હોવાને કારણે છોકરો એની આશા પૂરી કરી શકતો નથી. પરંતુ આજે અમે તમને એવી કેટલીક જગ્યાઓ માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાં 1 લાખથી પણ ઓછા બજેટમાં વિદેશ યાત્રા કરી શકો છો.

1.ભૂટાન
ફરવા માટે આ દેશ ખૂબ જ સુંદર છે. આ હિમાલય અને ચીનની વચ્ચે વસેલો એક દેશ છે. જ્યાં જવાનો ખર્ચ ખૂબ જ ઓછો હોય છે. અહીંયા જવા માટે વિઝાની જરૂર પણ પડતી નથી. આ દેશની સુંદરતા પહાડોની વચ્ચે લોકોનું દિલ જીતી લે છે. અહીંયા જવા માટે વિમાન અને બોટ બંનેનો ઉપયોગ થાય છે.

BHUTAN

2. નેપાળ
હિમાલયની ગોદમાં વસેલો નાનો દેશ નેપાળ હનીમૂન માટે સૌથી સારી જગ્યા છે. અહીંના નજારા દરેક લોકોનું મન મોહી લે છે. દુનિયાના સૌથી ઊંચા પહાડોઆ દેશમાં છે. અહીંયા ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગની મજા પણ લઇ શકો છો.

nepal

3. શ્રીલંકા
દક્ષિણ ભારતમાં વસેલા આ દેશમાં બીચ, પહાડો. ચા ના બગીચા અને જંગલી જાનવરોનો આનંદ લઇ શકો છો. ઓછા બજેટ વાળા લોકો હનીમૂન માટે આ જગ્યાએ જઇ શકે છે.

shrilanka

4. દુબઇ
ફરવા માટે દુબઇ સૌથી જોરદાર અને ઓછા બજેટ વાળો દેશ છે. અહીંયા બુર્જ ખલીફા જેવા મોટા મોટી બિલ્ડીંગ છે. હનીનૂન માટે પણ આ જગ્યા જોરદાર છે.

dubai

5. સિંગાપોર
શોપિંગ માટે સિંગાપોર દેશ ખૂબ જ લોકપ્રિય છે. હનીમૂન માટે આ જગ્યા બજેટમાં પણ સારી રહેશે અને અહીંયા ખાવા પીવાનું ખૂબ જ જોરદાર છે.

singapore

http://sambhaavnews.com/

You might also like