બ્રેકફાસ્ટમાં ભૂલથી પણ ન ખાશો આ વસ્તુ, પડી શકે છે ભારે

દિવસ દરમ્યાન એનર્જી રહે તે માટે બ્રેકફાસ્ટ ખૂબ જ જરૂરી છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે કે જે બ્રેકફાસ્ટમાં ન ખાવી જોઇએ, કારણ કે તે ફાયદો કરવાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે. કેટલાક લોકો સવારે જલ્દીના ચક્કરમાં નાસ્તામાં નૂડલ્સ બનાવીને ખાઇ લે છે આમ કરવાથી સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે. તેમાં સોડિયમ હોય છે. જે અનેક પ્રકારના રોગોને નોતરે છે.

કેટલાક લોકો નાસ્તામાં બ્રેડ ખાય છે. તેમાં મેંદો અને કેટલાક દિવસ જૂની લોટથી બનેવી હોય છે. જે પેટમાં પચતી નથી. નાસ્તામાં બજારમાંથી મળતા પેક્ટ જ્યુસ બિલકુલ ન પીવા જોઇએ. તેમાં ખાંડની માત્રા વધારે હોય છે. તેને લેવાથી તમારૂ બ્લડ શુગર લેવલ ખૂબ જ વધી જાય છે. તેથી ઘરે જ ફ્રૂટનું જ્યુસ બનાવીને પીવું જોઇએ. નાસ્તામાં ટોસ્ટ અને જેમ પણ ન ખાવા જોઇએ.તેમાં એક હદ કરતા વધારે કોલેસ્ટ્રોલ હોય છે. જે શરીરમાં જાડાપણું લાવે છે. સવારમાં આઇસ્ક્રિમ અને શોસ પણ ન ખાવો જોઇએ. કારણકે તેમાં પણ શુગર લેવલ ખૂબ જ હોય છે.

home

You might also like