આ પાંચ ક્રિકેટરો પોતાનું ધર્માંતરણ કરી ચૂક્યા છે, જેમાંથી એક ભારતીય છે

વિશ્વમાં ઘણી રમતો લોકપ્રિય છે, પરંતુ ક્રિકેટ વિશ્વના ઘણા દેશોમાં ધર્મની જેમ પૂજાય છે અને તેના ક્રિકેટરો પણ ભગવાનની જેમ પૂજાય છે. ક્રિકેટના વર્લ્ડમાં કરોડો ફેન્સ છે, જેના કારણે ક્રિકેટરોમાં પણ એક અલગ પ્રકારનો જોશ જોવા મળતો હોય છે. ઘણા યુવાનો ક્રિકેટર બનવા માટે પણ ગમે તે કરી છૂટવા તૈયાર થઈ જતા હોય છે. ક્રિકેટ જગતમાં એવા ઘેલા ક્રિકેટરો પણ છે, જેમણે ક્રિકેટ માટે પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો છે. તો આવો આપણે આવા જ કેટલાક ક્રિકેટરો વિશે જાણીએ.

mohammad-yousuf1) મોહમ્મદ યુસુફઃ મુસ્લિમ દેશ પાકિસ્તાન તરફથી રમતો ચોથો ખ્રિસ્તી અને પાંચમો બિન મુસ્લિમ ખેલાડી. વર્ષ 2005માં તેણે ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. મોહમ્મદ યુસુફનું પહેલા નામ યુસુફ યોહાના હતું. જો કે એવું પણ સાંભળવા મળ્યું હતું કે, યુસુફના સાથી સઈદ અનવરે તેને ઈસ્લામ અપનાવવા તરફ વાળ્યો હતો.

 

 

tillakaratne-dilshan2) તિલકરત્ને દિલશાનઃ શ્રીલંકાઈ ટીમના ધાકડ ખેલાડી દિલશાનનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે દિલશાને બૌદ્ધ ધર્મ અપનાવવાનો વિચાર કરી લીધો હતો. તેની પહેલા દિલશાનનું નામ તુવાન મોહમ્મદ દિલશાન હતું.

 

 

suraj-randiv3) સૂરજ રણદીવઃ શ્રીલંકાના આ ઓફ બ્રેક બૉલર દેશ માટે 12 ટેસ્ટ અને 30 વન ડે રમ્યો છે, જેમાં તેણે 86 ઈન્ટરનેશનલ વિકેટ લીધી છે. સૂરજ રણદીવનો જન્મ પણ મુસ્લિમ પરિવારમાં થયો હતો. જ્યાં સૂરજનું નામ મોહમ્મદ મરશૂક મોહમ્મદ રાખવામાં આવ્યું હતું. બાદમાં તેણે 2010માં બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.

 

 

wayne-parnell4) વાયને પારનેલઃ સાઉથ આફ્રિકાના આ બોલરે જુલાઈ 2011માં ઈસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. જો કે ધર્માંતરણ બાદ તેનું નામ વલીદ રાખવામાં આવ્યું છે, પરંતુ તે પોતાનું જૂનું નામ જ વાપરે છે.

 

 

 

AG-kripal-singh5) એજી કૃપાલ સિંહઃ ભારત માટે 14 ટેસ્ટ મેચ રમનાર કૃપાલે એક ખ્રિસ્તી ધર્મની યુવતી સાથે લગ્ન કરી ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. કૃપાલે પાઘડી પણ છોડી દીધી હતી અને દાઢી પણ કપાવી નાખી હતી. જો કે કૃપાલ બંને ધર્મોમાં માનતા હતા. ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી કૃપાલને લોકો આર્નોડ જ્યોર્જ તરીકે ઓળખતા હતા.

You might also like