વિદેશ ફરવા જવાનું વિચારો છો.. આ દેશોમાં વિઝા વગર સસ્તામાં મળશે ફરવા …

હરવા-ફરવાના શોખિન લોકો માટે દુનિયાનો કોઇપણ દેશ જોવા લાયક હોય છે. કોઇ પોતાના જ દેશમાં ફરવાનો વિચાર કરે છે તો કોઇ સરહદ પાર ફરવા જવાનું વિચારે છે. ક્રિસમસ હોય કે દિવાળીનું વેકેશન હરવા-ફરવાના શોખિન લોકો ફરવા જવા માટેની કોઇપણ જગ્યા શોધી લે છે. અહીં તમને ભારતની બહાર આવેલ એવી જગ્યા બતાવવામાં આવી છે જ્યાં જવા માટે તમારે કોઇપણ પ્રકારના વિઝા લેવા પડશે નહીં તેમ છતાં તમને ઘણું સસ્તું ફરવા મળશે.

શું તમે વિઝા વગર ફરવાનો પ્લાનિંગ બનાવી રહ્યાં છો. તો એશિયામાં મકાઉ એક એવી જગ્યા છે જે દુનિયાનું સૌથી ધનવાન શહેરમાંથી એક છે. ખાસ કરીને ટૂરિઝમ, રેસ્ટોરાં અને કેસિનો માટે ઘણુ પ્રખ્યાત છે. ચીનના વિશેષ વિસ્તાર તેમના પ્રશાસન હેઠળ આવેલ છે. ખાસ વાત એ છે કે અહીં ભારતીયોને કોઇપણ પ્રકારના વિઝા લેવાની જરૂરિયાત નથી. કેસિનોના શોખીન માટે તો આ સ્વર્ગ સમાન છે. અહીંની અંદાજે 20 ટકા જનતા કેસિનોમાં કામ કરે છે. ખાવા-પીવાના શોખીન છો તો તેના માટે પણ સારી જગ્યા છે. રેસ્ટોરાં, ચમક-ઝમક લાઇફ સ્ટાઇલની સાથે નાઇટ લાઇફના દિવાનો માટે આ એકદમ સારું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે.

નેપાળ અને ભારત વચ્ચે ભૌગોલિક અંતર જેટલું ઓછુ છે એટલું જ રાજનૈતિક તેમજ સાંસ્કૃતિક અંતર પણ ઓછું છે. રહેણી-કરણી, ખાવા-પીવાનું, ભાષા-બોલી તેમજ પહેરવેશને લઇને આ દેશ ભારતીયથી બિલકુલ અલગ નથી. નેપાળ એક શાનદાર ટૂરિસ્ટ દેશ છે. અહીં તમને કાઠમાંડૂથી લઇને ખૂબસૂરત પહાડીઓ અને પ્રાકૃતિક સુંદરતાના દર્શન થાય છે.

ભૂટાન દુનિયાનો એક ગરીબ દેશોમાંનો એક છે, પરંતુ વિશ્વનો સૌથી સુખી અને શાંત દેશ છે. જો તમે ભારતીયો છો તો આ દેશની બધી સુંદરતા તમારા માટે છે. અહીં તમારે કોઇપણ પ્રકારના વિઝા લેવાની જરૂર નથી. પૌરાણિક મંદિરની સાથે આ દેશ બૌદ્ધ મંદિર માટે પણ પ્રસિદ્ધ છે.

માલદીવ એક ટૂરિસ્ટ દેશ છે. હિન્દ મહાસાગરની પાસે આવેલ આઇલેન્ડ નાના-નાના ખૂબસુરત સમુદ્ર કિનારાની વચ્ચે છે. ભારતીય અહીં 30 દિવસ માટે વિઝા વગર ફરી શકે છે. અહીં ફરવાથી તમને એવું નહીં લાગે કે તમે ભારતની બહાર છો. માલદીવની ખાસ વાત એ છે કે અહીં તમને સસ્તું લકઝૂરિયસ જીવન માણવા મળશે. 2017માં અહીં અંદાજે 12 લાખ ટૂરિસ્ટ ફરવા આવ્યા હતા. કેરળના તિરૂવંતપુરમથી માલદીવની રાજધાની માલે માટે સીધી ફલાઇટ મળે છે.

કંબોડિયા હિન્દુ સંસ્કૃતિ અને ઇતિહાસના કેટલાક અવશેષ અહીં તમને જોવા મળશે. અહીંની પૌરાણિક ખૈમર સભ્યતા હિન્દુઓ સાથે જોડાયેલી છે. આ દક્ષિણ એશિયાના સૌથી સુંદર દેશોમાંથી એક છે. વિઝા વગર જવા માટે ભારતીય પ્રવાસીઓ માટે સૌથી સુંદર જગ્યા છે. અહીં ફરવું સૌથી સસ્તું છે. અહીં આવેલ અંકોરવાટ મંદિર દુનિયાભરમાં ખાસ મહત્વ ધરાવે છે. અહીં ખાવા-પીવાનું, રહેવાનું તેમજ ફરવાનું ભારતીય માટે ઘણું સસ્તું છે.

You might also like