દુનિયાના આટલા દેશોમાં કરી શકો છો સસ્તામાં સફર

ભારતની બહાર એટલે કે વિદેશમાં ફરવા જવું કોને ના ગમે? વિદેશમાં ફરવા જવા માટે દરેક લોકોને ઇચ્છા હોય છે પરંતુ વિદેશ યાત્રા દરેક લોકાના ખિસ્સાને પરવડે એવી હોતી નથી. પરંતુ દુનિયામાં કેટલાક દેશો એવા છે જેનું મૂલ્ય ભારતના નાણા કરતાં ઓછું છે. તો ચલો અમે તમને જણાવીએ કેટલાક એવા દેશો માટે. જેનું તમે વેકેશનમાં જવા પ્લાનિંગ કરી શકો છો.

1. શ્રીલંકા
ભારતની દક્ષિણમાં આવેલું શ્રીલંકા ફરવા માટે બેસ્ટ જગ્યા છે. કુદરતના સાનિધ્યની મજા માણલી હોય તો શ્રીલંકાનો પ્રવાસ બેસ્ટ વિકલ્પ છે. આ સફર બજેટમાં હોવાને કારણે ભારતીયો સૌથી મોટી સંખ્યામાં જાય છે. જો ત્યાં જવું હોય તો મે-જૂન જ બેસ્ટ મહિનો છે.

shrilanka

2. ઝિમ્બાબ્વે
જે લોકોને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો શોખ હોય એ લોકા માટે આ જગ્યા સૌથી સારી છે. ફરવાની દ્રષ્ટિએ ભારતની કરન્સી કરતાં ત્યાંના નાણાનું ઓછું મૂલ્ય છે. જેથી દરેક ભારતીયોને પરવડે એવું છે. તમે અહીં વિશ્વ વિખ્યાત વિક્ટોરિયા વોટરફોલ પણ જોઇ શકો છો. અહીં જવા માટે ફેબ્રુઆરી મહિનો સૌથી બેસ્ટ છે.

zimbabwae

3. ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં આવેલો બાલી ટાપુ નવદંપતીઓના હનીમૂન માટે હંમેશા મનપસંદ જગ્યા રહી છે. કોરલ રીફ અને ક્લીયર બ્લ્યૂ વોટર માટે આ દેશ જાણીતો છે. દરિયા કિનારાની સફર અને નાઇટ ક્લબ પાર્ટી જેને ગમતી હોય એ પ્રવાસીઓ માટે આ બેસ્ટ જગ્યા છે. અહીં જવા માટે મે મહિનામાં એર ટિકીટ સૌથી સસ્તી પડશે.

bali

4. કોસ્ટારીકા
કોસ્ટારીકા એક એવી જગ્યા છે જ્યાં ભારતીયો જઇને એડવેન્ચરની મજા માણી શકે છે. 2016માં દુનિયાના સૌથી ખઉશ દેશોમાં સ્થાન પામેલો કોસ્ટ રીકા ભારતીય ચૂરિસ્ટોને ખરેખર ખુશ કરી શકે છે. ટૂરિસ્ટો માત્ર 3 કલાકમાં એક કિનારાથી બીજા કિનારાની સફર કરી શકે છે.

costa-rica

http://sambhaavnews.com/

You might also like