આ અભિનેત્રીઓએ બાળકો માટે છોડ્યું પોતાનું કરિયર

આજે મધર્સ ડે નિમિતે અમે તમને બોલીવુડના કેટલાક એવા સ્ટાર્સ માટે કહેવા જઇન રહ્યા છીએ જે લોકાએ મા બન્યા બાદ પોતાની કરિયરને મહત્વ આપ્યું નહીં પરંતુ પોતાના બાળકો માટે સારું પાલનપોષણ કરવા માટે એ લોકાએ પોતાના કરિયરને છોડી દીધું. મા બનવો પોતાની જાતમાં જ એક અલગ અનુભવ હોય છે. આજે અમે તમને ઝણાવીશું કેટલીક એવી જ બોલીવુડની મોમ્સ માટે.

1. શ્રીદેવી
હવા હવા આઇ ગીતથી જાણીતી અભિનેત્રી શ્રીદેવીએ પોતાના કરિયરમાંથી એવા સમયે બ્રેક લીધો જ્યારે એની ટોચ પર હતી. એને પોતાની બે પુત્રી ખુશી અને જ્હાનવીના પાલનપોષણ માટે કરિયર છોડ્યું. જો કે બંને પુત્રીમાં એની જ સ્ટાઇલ અને ફેશનની ઝલક સ્પષ્ટ જોવા મળે છે. શ્રીદેવી આજે પણ એની પુત્રીઓ સામે એમની બહેન જેવી લાગે છે.

2. જેનેલિયાડિસૂઝા
બોલીવુડની જાણીતી અભિનેત્રી જેવેલિયા ડિસૂઝાએ 3 ફેબ્રુઆરી 2012એ રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા. બોલીવુડની રીલ લાઇફથી રીયલ લાઇફમાં બદલનારી આ જોડીએ પોતાના દર્શકોને ખૂબ મનોરંજન કર્યું પરંતુ મા બન્યા બાદ જેનેલિયાએ બોલીવુડને બાય કહી દીધું છે.

3. માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત હિંદી સિનેમાની એક અલગ ઓળખ છે. એક અદાકાર જ નહીં પરંતુ ડાન્સિંગ માટે પણ ખૂબ જ જાણીતી છે. માધુરીએ ડો. શ્રીરામ નેનેની સાથે લગ્ન કર્યા. એના બે પુત્ર રિયાન અને એરિન નેને છે. પોતાના પરિવાર માટે બોલીવુડમાંથી એક લાંબું વેકેશન લઇ લીધું હતું.

4. કાજોલ
કાજોલએ પોતાની કરિયરની ટોચ પર અજય દેવગણ સાથે લગ્ન કરી લીધા હતા. એના બે બાળકો ન્યાસા અને યુગ છે. કાજોલએ પોતાની કરિયર છોડતાં કહ્યું હતું કે હવે એ એના જીવનમાં થોડી શાંતિ અને રજા ઇચ્છે છે.

http://sambhaavnews.com/

You might also like