વિનેગરના આ ફાયદા જાણીને તમે થઇ જશો હેરાન

સામાન્ય રીતે રસોઇઘરમાં વિનેગરનો ઉપયોગ ખાવાના સ્વાદને વધારવા માટે થાય છે. પરંતુ કદાચ જ તમને ખ્યાલ હશે કે તેનો ઉપયોગ રૂપ નિખારવાથી લઇને ઘરની સફાઇ અને મોટી બિમારીઓના ઇલાજ માટે પણ થાય છે. જોકે સ્વાસ્થ્યની રીતે સફેદ વિનેગર કરતા સફરજનમાંથી તૈયાર થનાર વિનેગરના ખૂબ જ ફાયદા છે. વિનેગરનો ઉપયોગ હેર કંડિશનર તરીકે પણ કરી શકાય છે.

એક કપ પાણીમાં અડધી ચમચી વિનેગર મિક્સ કરીને વાળમાં મસાજ કરો. તેનાથી તમારા વાળમાં અનેરી ચમક આવી જશે. જો તમારા ગળામાં તકલીફ હોય તો એક કપ ગરમ પાણીમાં એક ચમચી સફરજન ફ્લેવરનું વિનેગર મિક્સ કરી તેના કોગળા કરવાથી રાહત પ્રાપ્ત થાય છે. જો તમને સતત હેળકી આવતી હોય તો એક ચમચી વિનેગર પી જવું.

થોડા સમયમાં જ હેળકી આવતી બંધ થઇ જશે. પાણીમાં સફેદ વિનેગર મિક્સ કરીને ફર્શ,  ફ્રિજ અને રસોઇના કબાટો સાફ કરવા જોઇએ. જો કે યાદ રાખવું કે ફર્શ ગ્રેનાઇટની ન હોવી જોઇએ. ફ્રીજમાં ખાવાની દુર્ગંધને પણ વિનેગરથી દૂર કરી શકાય છે.

http://sambhaavnews.com/

You might also like