આ બેન્ક તમારા માટે લાવી રહ્યું છે ખાસ ઑફર્સ, કાર બુકિંગ પર મળશે ડિસ્કાઉન્ટ

શું વિકેન્ડ પર તમે ફરવાના મુડમાં છો, પણ તમારી પાસે કાર નથી? તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી કારણ કે હવે તમે કાર ભાડા પર લઇને વિકેન્ડ ટ્રિપ આરામથી કરી  શકો છો.સાથે તમને મળી રહ્યું છે શાનદાર ડિસ્કાઉન્ટ. જી હા, ખબર એકદમ સાચી છે, જો તમે ICICI બેન્કના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ હોલડર હોવ તો તમે જાતે સ્લફ કાર ડ્રાઇવ કરવા આપતી કંપની AVIS ની વેબસાઈટ પરથી કાર બુક કરાવી શકો છો. ICICI બેન્કની આ યોજના સાથે તમને હવે કાર બુકિંગમાં રૂ. 1,000 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

આ ઓફર હેઠળ ઓછામાં ઓછા રૂ. 3500ની બુકિંગ કરવી જરૂરી છે અને પેમેન્ટ દરમ્યાન ICICI1K કોડ નાખવાનો રહેશે. આ ઓફર માત્ર ICICI બેન્કના ગ્રાહકોને જ  ઉપલબ્ધ છે. આ ઓફરનો લાભ CICI બેન્કના ગ્રાહકો 31 ઑક્ટોબર 2017 સુધી ઉઠાવી શકે છે. એટલે કે, તેને 2 મહિના માટે લાભ લઈ શકાય છે. દેશના તમામ શહેરોમાં તમામ પ્રકારની કારના મોડેલ્સ પર ઓફર આપવામાં આવી રહી છે. તમે આ ઓફરનો લાભ 2 મહિનાની સમયમાં ઘણીવીર લઈ શકો છો.

You might also like