સાસુ વહુની વચ્ચે શું કામ થાય છે ઝઘડા?

સાસુ વહુના સંબંધનું નામ લેતા જ સૌના મનમાં એમને લઇને એક અજીબ જ અહેસાસ આવવા લાગે છે, પરંતુ એવું શું કામ? સાસુ વહુના સંબંધની ડોર ખૂબ નાજુક હોય છે. ખૂબ ઓછા ઘર હોય છે જ્યાં સાસુ અને વહુની વચ્ચે સારું બને છે. કેટલાક લોકોનું માનવું છે કે મહિલા સંબંધ જોડતા પહેલા જ એની સાસુ અથવા વહુ મનમાં જ વેર કરવા લાગે છે. બંને લોકો પોતાની જાતને જ સાચા માને છે. જ્યારે બંનેએ પોતાના સંબંધમાં સુધારો લાવવા માટે નીચે આપેલા કારણોને જાણીને જાતે જ સુધારવા માટેના પ્રયત્નો કરવા જોઇએ.

જ્યારે વહુ પહેલી વખત ઘરમાં પગ મૂકે છે તો એને ગર્વ મહેસૂસ થાય છે. પરંતુ થોડાક જ દિવસોમાં એવું તો શું થઇ જાય છે કે સાસુ વહુના રિલેશન ખરાબ થઇ જાય છે? મોટાભાગે મા ને લાગે છે કે લગ્ન બાદ એનો પુત્ર બદલાઇ ગયો છે અને હવે એ માત્ર એની પત્ની અને એના ઘર માટે જ વિચારી રહ્યો છે. જેના કારણે સાસુ એની વહુને ટોણા મારવાનું શરૂ કરી દે છે. એવામાં જ્યારે વહુની સાથે છોકરો પણ એની મા ને જવાબ આપે છે તો સંબંધ ખરાબ થવાના શરૂ થઇ જાય છે.

આજકાલની મોટાભાગની વહુઓ નોકરીઓ કરે છે જેનાથી લગ્ન બાદ શરૂઆતમાં એનાથી તમારી જીંદગી પર કોઇ ફરક પડશે નહીં.પરંતુ તમે ઓફિસ જતી વખતે કિચનમાં સાસુની મદદ કરી શકતા નથી તો વહુ એના બિઝી શેડ્યૂલ જણાવે છે, જેના કારણે બંને વચ્ચે અણબનાવ શરૂ થઇ જાય છે.

સાસુ ગમે તેટલો એની વહુને પ્રેમ કરતી હોય પરંતુ વહુનું વારંવાર પિયર જવું બિલકુલ પસંદ હોતું નથી. જ્યારે વહુ એના પિયરના લોકોને સાસરાની બધી વાત ફોન પર કહે છે કે ચો આ વાત એના સાસુ કે પતિને સારી લાગતી નથી. જેના કારણે ઘરમાં નકામા ઝઘડા થતાં રહે છે.

http://sambhaavnews.com/

You might also like