જુલાઇ મહિનામાં ફરવા માટે બેસ્ટ છે આ Hill Station

દરેક સિઝનનો એક અલગ મિજાજ હોય છે. આ સિઝનોમાં ફરવાની એક અલગ જ મજા હોય છે. ઉનાળાનું વેકેશન અને દિવાળીના વેકેશનમાં લોકો ફરવા માટે એડવાન્સ બુકિંગ કરાવતાં હોય છે. પરંતુ ચોમાસીની સિઝનમાં ફરવાની કંઇક અલગ જ મજા હોય છે. એવામાં જુલાઇના મહિનામાં જ્યારે વરસાદની સિઝન હોય તો હિલ સ્ટેશન પર જાવ, જ્યાં ભીડ પણ ઓછી થઇ જશે અને ફરવાની મજા પણ આવશે. ચલો તો જાણીએ જુલાઇના મહિનામાં કઇ જગ્યાઓ ફરવા માટે બેસ્ટ છે.

1. લદાખ
જુલાઇ મહિનામાં ફરવા માટે લદાખ સૌથી બેસ્ટ જગ્યા છે. અહીંયા ઊંચા ઊંચા પહાડો અને સુંદર ઝીલની મજા પણ લઇ શકો છો. વરસાદના દિવસોમાં અહીંયાનો પ્રાકૃતિ નજારો જોવા મળે છે. અહીંના શાંત અને ખુલ્લા વાતાવરણમાં લઇને મગજને શાંતિ મળે છે. અહીંયા જોવા માટે જંગસ્કર વેલી, પાંગોંગ ટાસો લેક અને હેમિસ નેશનલ પાર્ક છે.

ladakh

2. ધર્મશાલા
ધર્મશાલામાં ઊંચા પહાડો અને જંગલોની મજા લઇ શકો છો. આ દિવસોમાં અહીંયા થોડો વરસાદ અને સિઝન ઠંડી રહે છે. જ્યાં ફરવાની પોતાની મજા હોય છે. ધર્મશાલાથી થોડાક કિલોમીટરના અંતર પર બૌદ્ધ મંદિર છે. આ ઉપરાંત અહીંયા ફરવા માટે કાંગડા વેલી, ડલ લેક અને ટી ગાર્ડન છે. ડલ લેકમાં બોટિંગ કરવાની મજા પણ લઇ શકો છો.

dharamsala

3. કુડઇકનાલ
દક્ષિણ ભારતમાં વસેલું કુડઇકનાલમાં આ મહિનામાં ખૂબ જ સુંદર સિઝન હોય છે. અહીંયા એક જ જગ્યા પર જંગલ, વોટરફોલ અને ઝીલનો આનંદ લઇ શકો છો.

south-india

4. પંચમઢી
પંચમઢી મધ્યપ્રદેશના પહાડી વિસ્તારોમાંથી એખ છે. અહીંયા અંગ્રેજોના સમય.માં બનેલા કોટેજની મજા લઇ શકો છો. લરસાદ દરમિયાન ફરવા માટે આ એક સૌથી સુંદર જગ્યા છે.

panchmadhi

http://sambhaavnews.com/

You might also like