અહીંથી ખરીદો સસ્તું સોનું, આ રહ્યા ઘણાં બધા ઑપ્શન

આજે ધનતેરસ છે અને આ દિવસે સોનું ખરીદવાનું અનેરું મહત્વ હોય છે. આજે અમે તમને કેટલાક એવા ઑપ્શન આપવા જઈ રહ્યા છીએ જ્યાંથી તમે સસ્તું સોનું ખરીદી શકો છો અથવા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. હાલમાં સોનાનો ભાવ આસમાને છે, પરંતુ તહેવારોની સિઝન હોવાના કારણે જ્વેલર્સો પણ ખાસ ઑફર આપતા હોય છે, જેના કારણે તમારા ખિસ્સા પરનો ભાર થોડો ઓછો થઈ શકે છે. તો, આવો આપણે જાણીએ કઈ ઑફરમાં તમને કેટલો ફાયદો થાય તેમ છે.

1) અડધો કિલો સોનું મળશે
કલ્યાણ જ્વેલર્સ તમને અડધો કિલો જીતવાનો મોકો આપે છે. જો તમે નિશ્ચિત સમયમાં સોનું ખરીદો છો, તો તમને એક પ્રોમો નંબર આપવામાં આવશે. જેના પ્રમાણે લકી નંબર તમને દર અઠવાડિયે અડધો કિલો સોનું જીતાડી શકે છે.

2) 15%ની છૂટ
ગીતાંજલિ જ્વેલર્સમાં પણ તમને સોનાની ખરીદી પર 15 ટકા સુધીની છૂટ મળી શકે છે.

3) 10હજારની ખરીદી પર 3 ટકા ફ્રી
માત્ર 1 રૂપિયામાં પણ સોનું વેચનાર Paytm ગોલ્ડે પણ ‘પેટીએલ ગોલ્ડ સેલ’ ઑફર આપી છે. જેના હેઠળ તમને 10હજારની સોનાની ખરીદી પર 3 ટકા ફ્રી મળશે.

4) હપ્તાથી ખરીદો સોનું
જો તમારી પાસે ઘરેણાં ખરીદવાના હાલમાં પૈસા ન હોય તો તમે હપ્તાથી સોનું ખરીદવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. ઘણા જ્વેલર્સ 300 રૂપિયાના હપ્તાથી પણ દાગીના આપતા હોય છે.

5) મન્નાપુરમ ગોલ્ડ
મન્નાપુરમ ગોલ્ડની સાથે સાથે ગીતાંજલિ જ્વેલર્સ પણ તમને 10 થી 12 મહિનાના ઈએમઆઈ પર સોનું ખરીદવાનો અવસર આપી રહી છે.

6) એચડીએફસી ક્રેડિટ કાર્ડ
જો તમારી પાસે એચડીએફસીનું કાર્ડ હોય તો તમે તનિષ્કની જ્વેલરી ખરીદી શકો છો, કારણ કે તેના પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

7) એમેઝોન પર સોનાના સિક્કા
જો તમે સોનાના સિક્કા ખરીદવાનો આગ્રહ રાખતા હોવ તો એમેઝોન ગોલ્ડ કોઈન્સ પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તમે Joyalukkas, માલાબાર, Senco Gold, બ્લૂસ્ટોન, પીએન ગોડગિલ જ્વેલર્સ, કામા જ્વેલરી અને MMTC-PAMP ના સોનાના સિક્કા ખરીદીને ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ સોનાના સિક્કા 1 ગ્રામ થી લઈને 50 ગ્રામ સુધીના સિક્કા ખરીદી શકો છો.

8) સૉવરેન ગોલ્ડ સ્કીમ
જો તમે ફિઝિકલ ગોલ્ડ ખરીદવા ન માગતા હોવ તો સરકારની પેપર ગોલ્ડની સ્કીમનો પણ લાભ લઈ શકો છો. આ સ્કીમમાં ઓનલાઈન રોકાણ કરવા પર તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. જો તમે આ સ્કીમમાં રોકાણ કરશો તો તમને વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ પણ મળશે.

9) ખરીદો બૉન્ડ
એસજીબી હેઠળ તમે વધુમાં વધુ 500 ગ્રામ અને ઓછામા ઓછા 1 ગ્રામ સુધીના સોનાની કિંમત સુધીના બૉન્ડ ખરીદી શકો છો. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા સરકાર તરફથી બૉન્ડ જારી કરશે. આ બૉન્ડ તમે બેંક, સ્ટૉક હૉલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઑફિસ અને શેર બજાર દ્વારા વેચવામાં આવશે.

You might also like