ઘરમાં લગાવી હોય આ તસવીરો તો હટાવો તુરંત,નહીં તો થશો પરેશાન

લોકો પોતાના ઘરને સુંદર અને આકર્ષક બનાવવા માટે વિવિધ પ્રકારનાં ફોટા લગાડતા હોય છે. ચિત્રોને પણ વાસ્તુ શાસ્ત્રમાં ખાસ મહત્વ આપવામાં આવેલ છે. કેટલાક ચિત્રો એવા હોય છે કે જેનાથી હકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, તો કેટલાક ચિત્રો એવા પણ હોય છે  જેનાથી નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન થાય છે. તો આપને અમે આજે જણાવીશું કે કેવા પ્રકારની તસ્વીરો ઘરમાં રાખવી જોઇએ અને ના રાખવી જોઇએ.

વહેતા પાણીની તસ્વીર

કોઇ પ્રકારના વહેતા પાણી અને ઝરણાની તસ્વીર ઘરમાં ના લગાડવી જોઇએ, આ તસવીરોને કારણે ધનની અછત સર્જાય છે. જો કોઇ ઘરમાં આ પ્રકારની તસવીરો હોય તો તે ઘરમાં લાંબો સમય ધન ટકતું નથી. તો આવી તસવીરોને ઘરમાંથી તાત્કાલિક અસરથી હટાવી લેવી જોઇએ.

હિંસક જાનવરોની તસવીર

ઘરમાં કોઇ પ્રકારની હિંસક જાનવરોની તસવીર ના લગાડવી જોઇએ,આ પ્રકારની તસવીરો પરિવારમાં અંદરો અંદર ઝઘડા કરાવે છે.

રડતા બાળકોની તસવીર

કેટલાય લોકો ઘરમાં રડતા બાળકોની તસ્વીરો લગાવતા  હોય છે,તો આવી તસવીરો દુર્ભાગ્યનું કારણ બને છે તેથી આ પ્રકારની તસ્વીરો ઘરના કોઇપણ ખૂણામાં ના લગાડવી જોઇએ.

ડૂબતા જહાજની તસવીર

ઘરમાં ક્યારેય ડૂબતી હોડીની તસવીર ના લગાડવી જોઇએ.તે દૂર્ભાગ્યનું કારણ બને છે.

યુદ્ધની તસવીર

ઘરની કોઇપણ દિવાલ પર કોઇપણ પ્રકારની યુદ્ધની તસવીર ના લગાડવી જોઇએ. આવી તસવીરોને કારણે ઘરના સભ્યો વચ્ચે તણાવ ઊભો થાય છે.

You might also like