મોટાભાગના પુરુષો આ 8 વાતો ભાવિ પત્નીથી છૂપાવતા હોય છે

જો તમારા લગ્ન થવાના છે અને જો તે લવ મેરેજ ના હોઈને એરેન્જ મેરેજ હોય તો તમે છોકરા વિશેની માહિતી ચોક્કસથી મેળવી લો. સામાન્ય રીતે લગ્ન પહેલા મોટાભાગના યુવાનો છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે ઘણા પ્રકારનું જૂઠું બોલતા હોય છે.

આમ તો એરેન્જ મેરેજમાં પરિવારના લોકો જ જાતે માહિતી મેળવી લેતા હોય છે અને સંબંધો નક્કી થતા હોય છે, પરંતુ લવ મેરેજમાં છોકરીઓએ યુવાનોને સારી રીતે જાણી લેવા જોઈએ. જો કે તેમ છતાં યુવાનો કેટલીક વાતો છૂપાવતા હોય છે. જો કે આવી કેટલીક વાતો છૂપાવવાનો મતલબ એ નથી કે, તે લોકો તમારી સાથે વિશ્વાસઘાત કરવા માગે છે, પરંતુ તેનો અર્થ એવો છે કે તેઓ તમારી અને તમારા પરિવાર સામે પોતાની ઈમ્પ્રેશન ખરાબ કરવા માગતા નથી. જાણો, કઈ છે એ વાતો.

 • મેં આજ સુધી ક્યારેય કોઈ છોકરીને ખરાબ નજરથી જોઈ નથી.
  મને લેવડદેવડમાં વિશ્વાસ નથી. તું માત્ર એક જોડી કપડામાં જ ઘરે આવી જજે.
  તારા ભાઈ બહેન મારા સગા ભાઈ બહેન છે, અને તેમના પ્રત્યે મારી જવાબદારી છે.
  તું મને દરેક રૂપમાં સુંદર લાગે છે
  મને તારી સાથે રહેવું ગમે છે, તેટલું કોઈની સાથે ગમતું નથી.
  મને તારા પરિવારના બધા લોકો બહુ ગમે છે.
  તુ એટલી સુંદર છે કે કોઈપણ અભિનેત્રી તારી સામે ફીકી લાગે.
  લગ્ન બાદ ઘર સંભાળવું એ ફક્ત તારી જવાબદારી નથી.
You might also like