સેક્સ ડ્રાઇવને નુકશાન પહોંચાડી શકે છે આ 5 આદતો

શું તમારી સેક્સ પ્રત્યે રૂચી ઘટી રહી છે. તો તમારી લાઇફ સ્ટાઇલ પર ચોક્કસથી એક નજર કરો. બની શકે છે કે તેની પાછળ તમારી ખોટી આદતો જવાબદાર હોઇ શકે. અમે તમને જણાવી રહ્યાં છે એ પાંચ ખોટી આદતો જે તમારી સેક્શુલ લાઇફ પર અસર કરી શકે છે.

ઉંઘ ઓછી આવવીઃ ઓફિસમાં જરૂરિયાત કરતા વધારે કામ, ઘરે આવ્યા પછી પણ કામમાં વ્યસ્ત. આ બધાને કારણે રાત્રે યોગ્ય ઉંઘ આવતી નથી. શરીરમાં કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન્સ વધવા લાગે છે. જે ટેસ્ટોસ્ટેરોનને ઘટાડે છે.

સમય પર ડિનર ન કરવુઃ રાત્રીના ભોજનમાં જરૂરત કરતા વધારે ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સ ખાવાથી વ્યક્તિમાં આડળ વધે છે. જેની સીધી અસર વ્યક્તિની કામેચ્છા પર પડે છે. તેથી જ બેડરૂમમાં જતા પહેલાં થોડા કલાકો પહેલાં તમારે જમી લેવું જોઇએ.

વધારે પડતો દારૂ પીવોઃ ડિનર સાથે ક્યારેક ક્યારેક એક ગ્લાસ વાઇન પીવું જોઇએ. જો તમારી આદત હોય અને તમે એકની જગ્યાએ 2-4 ગ્લાસ દારૂ પીવો છો તો સાવધાન થઇ જાવ, આલ્કોહોલ તમારી કામેચ્છા પ્રવૃત્તિને ઘટાડી દેશે.

એક્સરસાઇઝ ન કરવીઃ જે વ્યક્તિ દિવસભર આડસ કરે છે. તેનું બેડરૂમમાં પણ આડસી રહેવું સ્વાભાવિત છે. આખો દિવસ બેસી રહેવાને કારણે પ્રાઇવેટ પાર્ટમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે અને સેક્સમાં રસ ઓછો થઇ જાય છે. જો તમે કામેચ્છા વધારવા માંગતા હોવ તો શારીરિક શ્રમ વધારે કરો.

સૂતા પહેલાં સમાચાર જોવાઃ આજકાલ ન્યુઝમાં પોઝિટવ કરતા નેગેટિવ સમાચાર વધારે આવે છે. જે તમારૂ સ્ટ્રેસ લેવલ વધારે છે. તેથી જ બેડરૂમમાં જતા પહેલા ન્યુઝ જોયા હોય તો સ્ટ્રેસ લેવલ વધી જાય છે. સેક્સ અને સ્ટ્રેસ એકબીજાથી વિપરીત છે.

http://sambhaavnews.com/

You might also like