જો ગાશો બોલીવૂડનાં આ Songs,તો થઇ શકે છે Jail

ગીતોને લઇ દરેક લોકોએ એવું સાંભળ્યું હશે કે આ ગીત સારૂં છે અને આ ગીત ખરાબ છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ગીતો કાનૂની અથવા ગેરકાનૂની હોય. તો આજે અમે તમને એવાં ગીતો વિશેની વાત કરીશું કે જે ગેરકાનૂની કહેવાય છે.

1. મેં લૈલા-લૈલા ચિલ્લાઊંગા કુર્તા ફાડ કે
મેં મજનૂ-મજનૂ ચિલ્લાઊંગા કુર્તા ફાડ કે

જો કે આમ તો દરેક વ્યક્તિને કંઇ પણ પહેરવા માટેની છૂટછાટ હોય છે. પરંતુ IPCમાં “પબ્લિક ઓબ્સેનિટી”ને માટે કાનૂની સજા છે. જો અહીં પોતાનો કુર્તો ફાડવાની વાત કરવામાં આવી રહી છે, તો કલમ 294 અંતર્ગત આની ઉપર કેસ ચાલી શકે છે.એટલે કે ત્રણ મહિનાની સજા મળી શકે છે. એ પણ દંડ સાથે.

2. તૂ માયકે ચલી જાયેગી મેં ડંડા લેકર આઉંગા

ભાઇઓ પત્નીની પજવણીને લઇ આનાં પર કેસ ચાલી શકે છે. જો પત્નીએ આમની FIR કરી નાખી તો કલમ 498A અંતર્ગત કેસ ચાલશે. અર્થાત્ પતિ અથવા એમનાં સગા-સંબંધીઓનાં હાથે પત્ની/વહુની પજવણી કરવી. જેમાં માનસિક અને શારીરિક એમ બંને પ્રકારની પજવણી આમાં શામેલ થશે.

ઝૂઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરિયો
મેં તેરી સોતન લાઉંગા, તુમ દેખતી રહિયો

આનાં સિવાય કલમ 494 પણ લાગશે. કાયદા અનુસાર કોઇ પુરૂષ કે સ્ત્રી એક પત્ની અથવા પતિની ઉપસ્થિતી હોવાને લઇ બીજા લગ્ન ના કરી શકે. કેમ કે પહેલા આમાં પહેલા પતિને અથવા પહેલી પત્નીને છૂટાછેડા આપવા પડે. પછી ભલે તે કોઇ પણ ધર્મ હોય. એટલાં માટે સૌતન લાવવાનો આઇડીયા લાંબા સમય સુધી કામ ના આવી શકે.

3. તેરે ઘર કે સામને
એક ઘર બનાઉંગા

આમને પ્રોપર્ટી ખરીદી રાખી છે તો વાત અલગ છે. પરંતુ જો પ્રોપર્ટી નથી લેવામાં આવી તો IPC કલમ 247 અંતર્ગત સજા થશે. માલિકી વગરની જમીન પોતાનાં નામે સેક્શન થઇ એનાં પર કન્સ્ટ્રક્શન કરવું. 50 હજારનો દંડ થશે અને બિલ્ડીંગ પાડીને અલગ આપવામાં આવશે. એવામાં હીરો માટે ગર્લફ્રેન્ડ સાથે બ્રેક અપ કરી કોઇ અન્યને શોધવાની સલાહ રહેશે. જો કે જો ગીત ગાનાર લોકો મજૂર અથવા રાજમિસ્ત્રી છે તો તેઓ આ સજાથી બચી શકે છે.

4. સાત સમુંદર મેં તેરે પીછે-પીછે આ ગઇ

જે એજન્ટ દ્વારા અહીંથી જવાની વાત કરવામાં આવી છે તો તેનાં પરથી એવું નથી લાગતું કે હિરોઇનનો કોઇ પ્લાન હતો. તે એવું કહી રહી છે કે નથી રસ્તો ખબર, નથી નામ ખબર. એવામાં એની પાસે વીઝા એપ્લાઇ કરવાનો સમય કઇ રીતે હોઇ શકે. વીઝા વગર 7 સમુંદર પાર કરીને આપને કદાચ પહોંચાડી શકાય. એ પણ અહીં ક્યાંય જ નહીં, પરંતુ ત્યાંની પોલીસને. અને સાથે બિનકાયદે દેશમાં ઘૂસણખોરીને લઇ કેસ અલગથી ચાલશે.

5. તેરા પીછા ન મેં છોડુંગા સોનિયે
ભેજ દે ચાહે જેલ મેં
પ્યાર કે ઇસ ખેલ મેં

IPCની કલમ 354Dનાં આધારે કોઇ છોકરીનો પીછો કરવો, એ સિવાય જબરદસ્તીથી એનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરવી, મળવાની કોશિશ કરવી, પીછો કરવો અથવા ઇન્ટરનેટ પર એની પર નજર રાખવી એ સ્ટોકિંગ કહેવાય છે. જેથી તે ગુનો સાબિત થતાં એ વ્યક્તિને ભારે દંડ સાથે ત્રણ વર્ષ સુધી સજા મળી શકે છે.

હીરો પણ ખરેખર બેશર્મ છે. એમને ખ્યાલ છે કે છોકરીએ કેસ કરી દીધો તો સજા થશે. પરંતુ તેમ છતાં હીરો નાચવામાં કોઇ પણ પ્રકારની કસર નથી છોડતા.

You might also like