નીરવ મોદીની જેલમાંથી વીડિયો લિંક દ્વારા આજે સુનાવણી થશે

પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીના પ્રત્યાર્પણ કેસમાં વેસ્ટમિન્સટર કોર્ટમાં આજે સુનાવણી થશે. નિરવ હજુ વાંડ્સવર્થ જેલમાં છે ત્યાંથી વીડિયો લિંક દ્વારા કોર્ટમાં તેના રિમાન્ડ પર સુનાવણી થશે તેના પ્રત્યાર્પણ માટે ઈડી અને સીબીઆઈ કોશિષ કરી રહ્યા છે.

આ પહેલા ૨૯મી માર્ચે લંડનની વેસ્ટમિન્સટર કોર્ટે નીરવને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. તેણે વાંડ્સવર્થ જેલમાં મોકલવામાં આવ્યો હતો. ૨૬ એપ્રિલે તેના કેસની આગામી સુનાવણી નક્કી કરાઈ હતી. ચીફ મેજિસ્ટ્રેટ એમમાં એબર્થનોટે નીરવની જામીન અરજી એ આધાર પર ફગાવી હતી કે તેને દેશ છોડીને ભાગી જવાનો ખતરો હતો.

ભારત તરફથી પેરવી કરી રહેલી ક્રાઉન પ્રોસિકયુશન સર્વિસ (સીપીએસએ) આશંકા વ્યક્ત કરી હતી. નીરવ હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી શકે છે. હજુ સુધી એવી કોઈ અરજી હાઈકોર્ટમાં દાખલ કરાઈ નથી.

ગયા મહિને જાન્યુઆરી મહિનામાં ૧૩૭૦૦ કરોડ રૂપિયાના પીએનબી ગોટાળાનો ખુલાસો થયો હતો. એ પહેલા નીરવ મોદી વિદેશ ભાગી ગયો હતો. ૯ માર્ચે તેનો એક વીડિયો સામે આવ્યો હતો. ધ ટેલિગ્રાફના રિપોર્ટમાં જણાવ્યું હતું કે નીરવ લંડનમાં રહીને હીરાનો બિઝનેસ કરી રહ્યો છે ત્યાર બાદ લંડનની વેસ્ટમિન્સટર કોર્ટે નીરવ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

You might also like