માલેગાંવ બ્લાસ્ટમાં પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા ઉપલબ્ધ નથીઃ NIA

વર્ષ ર૦૦૮માં થયેેલા માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ સ્પષ્ટ કર્યું છે કે આરોપી પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા ઉપલબ્ધ નથી. એનઆઇએની આ સ્પષ્ટતાને પગલે પ્રજ્ઞા ઠાકુર ચૂંટણી લડી શકશે કે નહીં તેનો નિર્ણય હવે ચૂંટણી પંચ કરશે.

જોકે પ્રજ્ઞા ઠાકુરે મંગળવારે ભોપાલ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને તે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહને ટક્કર આપશે. દરમિયાન નિસાર બિલાલ નામની એક વ્યકિતએ એનઆઇએ સ્પેશિયલ કોર્ટને અપીલ કરી હતી કે જ્યાં સુધી માલેગાંવ બોમ્બ બ્લાસ્ટનો ખટલો ચાલી રહ્યો છે ત્યાં સુધી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલની બેઠક પરથી ચૂંટણી લડતાં અટકાવવામાં આવે.

નિસારનો પુત્ર સૈયદ અહમન માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો હતો. ત્યાર બાદ એનઆઇએએ કોર્ટમાં રિપ્લાય ફાઇલ કરીને જણાવ્યું છે કે ર૦૦૬માં તેના દ્વારા જે સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા ઉપલબ્ધ નથી.

એનઆઇએએ ચાર પાનાના જવાબમાં એનઆઇએ જજ વી.એસ.પડાલકરને જણાવ્યું છે કે પ્રજ્ઞા ઠાકુર અને અન્ય ચાર આરોપીઓ વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા હાથ લાગ્યા નથી. પ્રજ્ઞા ઠાકુરે પોતાનાં ઉમેદવારી પત્ર સાથે પોતાની સંપત્તિનું પણ વિવરણ આપ્યું છે. તેમાં પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું છે કે હું ભિક્ષા અને સમાજથી મળતી મદદથી નિર્ભર છું. મારી કોઇ અલગથી આવક નથી. મારી આવકનું સ્તોત્ર ‌િભક્ષા અને સમાજ છે. આ હિસાબે અત્યાર સુુધીમાં તેની પાસે કુલ રૂ.૪,૪૪,રર૪ની સ્થાવર જંગમ મિલકત છે, તેમાં રૂ.ર,પ૪,૪૦૦નું ઝવેરાત પણ સામેલ છે.

બીજેપી ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર સામે ક્રિમિનલ કેસ પણ થયેલા છે. તેના પર હત્યા, હત્યાનો પ્રયાસ અને આતંકી કૃત્યના કેસ દાખલ છે. પ્રજ્ઞા ઠાકુર સામે મે ર૦૦૮માં એફઆઇઆર દાખલ થઇ હતી અને માલેગાંવનો મામલો હાઇકોર્ટમાં પડતર છે.

You might also like