રાજનાથે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી : લંચ કર્યા વગર પરત ફર્યા

નવી દિલ્હી : ભારતીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ઇસ્લામાબાદમાં સાર્ક દેશોનાં ગૃહમંત્રીઓની કોન્ફરન્સને સંબોધિત કરતા પાકિસ્તાનને અરીસો દેખાડ્યો હતો. રાજનાથે આ સંમેલનમાં આયોજીત લંચમાં પણ ગયા નહોતા. રાજનાથે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. જો કે મહત્વનું છે કે પાકિસ્તાનનાં ગૃહમંત્રી ચૌધરી નિસાર પણ લંચ માટે નહોતા આવ્યા. રાજનાથનાં ભાષણ દરમિયાન મીડિયાને પણ દુર રખાયું હતું. દેશ કે વિદેશનાં કોઇ પણ મીડિયાને રાજનાથનું ભાષણ કવર કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી.

રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને લાંબા સમયથી આતંકવાદીને સવલતો આપી રહ્યું છે. કહેવાઇ રહ્યું છે કે રાજનાથનાં કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની અધિકારીઓ ખુબ જ અસહજ બની ગયા હતા. અફઘાનિસ્તાનનાં વિદેશ મંત્રીએ પણ આતંકવાદનાં મુદ્દે પાકિસ્તાનને ધેર્યું હતું. સિંહે જાહેરમાં કહ્યું કે આતંકવાદ સારો કે ખરાબ નથી હોતો. આતંકવાદને આપણે કોઇ રંગ ન આપી શકીએ.

ભારતીય ગૃહમંત્રીએ પુછ્યું કે આતંકવાદનો મહિમા કોઇ વ્યક્તિ કઇ રીતે કરી શકે ? આવું કહીને રાજનાથે બુરહાન વાનીને શહીદ ગણાવનાર પાકિસ્તાનને લપડાક મારી હતી. રાજનાથે અફધાનિસ્તાન અને બાંગ્લાદેશનાં આતંકવાદી હૂમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ભારત અને પાકિસ્તાનનાં સંબંધોમાં રહેલા તણાવની અસર ત્યારે જોવાઇ જ્યારે ભારત અને પાકિસ્તાન બંન્ને દેશોનાં ગૃહમંત્રીઓ સામસામે આવ્યા. બંન્ને નેતાઓએ મહામુશ્કેલીએ એકબીજાની સાથે હાથ મિલાવ્યા હતા. જ્યારે સિંહ સેરેના હોટલમાં આયોજીત સંમેલનમાં પહોંચ્યા તો ખાન ત્યાં સ્વાગત માટે દરવાજા પર જ ઉભેલા હતા.

રાજનાથે પોતાનાં સમકક્ષ મંત્રીઓ સાથે પાકિસ્તાની વડાપ્રધાન સાથેમુલાકાત કરી હતી. જે સામાન્ય ઔપચારિક મુલાકાત હતી. ઉપરાંત બંન્ને નેતાઓએ હાથ મિલાવવાનાં નામે માત્ર એક બીજાનાં હાથનો સ્પર્શ કર્યો હતો. ત્યાર બાદ સિંહ સંમેલન હોલ તરફ આગળ વધી ગયા હતા. કવરેજ માટે દિલ્હીથી આવેલા પત્રકારો ફોટો પાડે તે પહેલા રાજનાથ આગળ વધી ગયા હતા. ભારતીય મીડિયાને પણ પાકિસ્તાની અધિકારીઓથી દુર રાખવામાં આવ્યા. જેનાં કારણે એક ભારત અને પાકિસ્તાની અધિકારી વચ્ચે મામલો ગરમાયો હતો.

You might also like