ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાની અપેક્ષા ઓછી

મુંબઇ: વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી વૃદ્ધિદરનું અનુમાન નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ઘટાડીને ૬.૭ ટકા કર્યું છે. આ અગાઉ અેજન્સીએ ૬.૯ ટકા અનુમાન વ્યક્ત કર્યું હતું. ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા ઓછી છે અને તેના કારણે જ જીડીપી વૃદ્ધિદરના અનુમાનમાં ઘટાડો કર્યો છે.

રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૩ ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. ફિચના અહેવાલ મુજબ જુલાઇથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો નોંધાયો છે, જેના કારણે આ સમયગાળામાં જીડીપી વૃદ્ધિદર ૬.૩ ટકા રહ્યો હતો.

એજન્સીના રિપોર્ટ મુજબ નોટબંધી અને જુલાઇ મહિનાથી જીએસટીની અમલવારીની મુશ્કેલીના કારણે દેશના આર્થિક વિકાસ ઉપર સીધી અસર નોંધાઇ છે, જોકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કરવામાં આવી રહેલા તબક્કાવાર સુધારાના કારણે આગામી બે વર્ષમાં જીડીપીમાં સુધારો થવાની શક્યતા છે.

You might also like