અહીં ગધેડા પણ પાયજામો પહેરી રાખે છે

આપણે ત્યાં ભારે માલસામાનનો હેરફેર કરવા માટે રખાતા ગધેડાની પીઢ પર કપડું મુકાય છે, પણ ફ્રાન્સમાં એક જગ્યા એવી છે જ્યાંનાં ગધેડાં પણ ખૂબ સંસ્કારી છે. અહીંના રે દ્વીપમાં બહુ મોટા પાયે ફેક્ટરીનો માલ હેરફેર કરવા માટે ગધેડાંઓના ઝુંડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ગધેડાઓને ચારેય પગે પાયજામો પહેરાવવામાં આવે છે. ગધેડઓને અહીં મીઠું કાઢવાના કામમાં પણ વાપરવામાં આવે છે. જો એ મીઠું લાંબો સમય ત્વચા પર ચોટેલું રહે તો ચામડી ખરબ થઈ જાય છે. વળી અહીંની જમીન કાદવવાળી હોય છે તેમજ મચ્છરોનો પણ ત્રાસ હોય છે તે વર્ષો પહેલા ગધેડાંઓને પાયજામો પહેરાવવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો.

You might also like