આ શહેરનાં તમામ લોકો રહે છે ભૂગર્ભમાં, જાણો કેમ?

આ એક એવી અજાયબ દુનિયા છે કે જેમાં અનેક પ્રકારની અજાયબ જગ્યાઓ અહીં આવેલ છે. એવામાં જ અહીં આ સૃષ્ટિ પર આવેલું છે એક અનોખું શહેર. કે જે જમીનની અંદર આવેલ છે. તો અમે આજે આપણી સમક્ષ વાત કરીશું જમીનની અંદર આવેલ એક શહેરની.

તમે જમીન પર અને હવામાં તો મુસાફરી કરી ચુક્યા છો પણ શું તમે ક્યારેય અંડરગ્રાઉન્ડ જગ્યાએ ફરવા ગયા છો. એટલે કે અમે અત્યારે વાત કરી રહ્યાં છીએ ઑસ્ટ્રેલિયાનાં કૂબર પેડી નગરની. આ શહેર જમીનની અંદર વસાવવામાં આવેલ છે. એડીલેડથી નજીક લગભગ 800 કિ.મી. દૂર પૂર્વમાં વસેલું આ શહેર ઘણું એકાંતમાં આવેલ છે. અહીં આસપાસમાં મરૂસ્થળ પણ છે, એવામાં લોકોએ ખાવા-પીવા માટે જમીનની અંદર એક શહેર વસાવી લીધું છે.

આ વિસ્તાર ઇ.સ.1915માં ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો. અહીં દૂધીયા રંગનાં અનેક પથ્થરો આવેલાં છે. સાથે તમને એ જાણીને નવાઇ લાગશે કે દુનિયાનાં અંદાજે 95 ટકા દૂધિયા પથ્થરો આ વિસ્તારમાંથી જ પ્રાપ્ત થાય છે. તો એવામાં અહીં અનેક ગુફાઓ બની ગઇ છે. જેનાં લીધે લોકોએ અહીં રહેવા માટેની વ્યવસ્થા પણ કરી લીધી.

ગરમીનાં વાતાવરણમાં અહીંનું તાપમાન 40 ડિગ્રીથી ઉપર જતું રહે છે. જેથી ગરમીથી બચવા માટે સ્થાનીક લોકોએ જમીનની નીચે જ અંડરગ્રાઉન્ડમાં જ પોતાનું ઘર બનાવવાનો નિર્ણય કરી લીધો. અને જોતજોતામાં જ અહીં લગભગ 4 હજાર જેટલાં લોકો જમીનની નીચે જ રહેવા લાગ્યાં છે ને હવે તો અહીં એક શહેર પણ અસ્તિત્વમાં આવી ચૂક્યું છે. એમાંય અહીં ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેવી કે, હોટલ, કેસીનોથી લઇ પુલ તેમજ ગેમ્સ સુધીની અનેક સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. જેથી અહીં વસનારા સ્થાનિક લોકોમાં પણ ઘણી ખુશી જોવાં મળી રહી છે.

You might also like