એક જગ્યા એવી પણ છે જ્યાં માણસો જ નહિ ગધેડા પણ પહેરે છે પાયજામો

કપડાં પહેરવા માણસની મૂળભૂત જરૂરિયાત છે પરંતુ શું તમે કદી સાંભળ્યું છે કે દુનિયામાં એવી પણ જગ્યાઓ છે જ્યાં માણસો સિવાય પણ જાનવરોને પહેરાવવામાં આવે છે કપડાં? આજે અમે તમને એવી જગ્યાએ લઈ જઈ રહ્યા છે જ્યાં ગધેડા પણ પાયજામો પહેરે છે.

આ જગ્યા આવી છે ફ્રાન્સના ટાપુ પર જ્યાં દર વર્ષે પ્રવાસીઓ ફરવા માટે આવે છે. આ પ્રવાસીઓ માટે પણ ગઘેડા આકર્ષણનું કેન્દ્ર હોય છે. ઘણા તાકાતવર ગણવામાં આવતા ગધેડાનો ઉપયોગ અહીં ફેક્ટ્રીમાં કરવામાં આવે છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ ગધેડાને પાયજામા કેમ પહેરાવવામાં આવે છે. તમને જણાવી દીઈએ કે આ અત્યારથી જ નહિ પરંતુ ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે. આ ગધેડાઓને મીઠું કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં આ ગધેડાઓને દલદલ જેવી જમીનમાં ઊતારવામાં આવે છે.

અહીં સમુદ્રની હવાઓ અને દલદલવાળી જમીનને કારણે મચ્છરોનો ત્રાસ છે. જ્યારે તેઓ પર સામાન લાદવામાં આવે છે ત્યારે તેઓને મચ્છરોનો પણ ખતરો રહે છે. ખાસ કરીને પગ પર મચ્છર કરડવાથી ગધેડાનું સંતુલન બગડી જાય છે, એટલા માટે મચ્છરો આ ગધેડાઓને ના કરડે તેના માટે તેઓને પાયજામો પહેરાવવામાં આવે છે.

You might also like