‘દૂધનું ધોયેલું નથી પાકિસ્તાન, ત્યાં છે આતંકવાદીની ફેક્ટરીઓ’

નવી દિલ્હી: બલૂચિસ્તાનમાં સતત પાકિસ્તાનનો વિરોધ ચાલુ છે. બલોચ રિપબ્લિકન પાર્ટી (BRP)ના નેતા શેર મોહંમદ બુગતીએ પાકિસ્તાન પર નિશાન સાધતાં કહ્યું કે પાકિસ્તાન કોઇ દૂધે ધોવાયેલો દેશ નથી, જે બીજા પર આરોપ લગાવે છે.

પાર્ટીના નેતા બ્રહ્મદાગ ખાન બુગતીના બચાવમાં શેર મોહંમદ બુગતીએ કહ્યું કે ‘પાકિસ્તાનમાં આતંકવાદની ફેક્ટરીઓ છે, આ કોઇ દૂધનો ધોયેલું નથી.’ તેમણે કહ્યું કે રેડ કોર્નર નોટીસ ઇશ્યૂ કરતાં પહેલાં પાકિસ્તાન એ વિચારે કે તેની ગ્લોબલ ઇમેજ શું છે.

જો કે બલોચ રિપબ્લિકન પાર્ટીના નેતા બ્રહ્મદાગ ખાન બુગતી સ્વતંત્ર બલૂચિસ્તાન આંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે. હાલ સ્વિત્ઝરલેંડમાં વસવાટ કરતાં બુગતી વિરૂદ્ધ પાકિસ્તાન સરકારે ઇન્ટરપોલનો સંપર્ક સાધ્યો છે. પાકિસ્તાને ઇન્ટરપોલના માધ્યમથી બુગતીના વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ ઇશ્યૂ કરવાનો પ્રયત્નો છે.

BRP નેતાએ પાકિસ્તાને ચેતાવણી આપતાં કહ્યું કે તે બલૂચિસ્તાનથી દૂર રહે, નહીતર 1971થી વધુ ખરાબ સ્થિતિ હશે. તેમણે કહ્યું કે બંદૂકની અણી પર બલૂચિસ્તાન પર રાજ કરી ન શકાય.

You might also like