સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકાર છે પાલક, આ રીતે કરો સેવન…

પાલકનાં પાંદડાઓમાં શારિરીક વિકાસ માટે આવશ્યક લગભગ દરેક પ્રકારના પોષક તત્વ મળે છે. મિનરલ્સ, વિટામિન અને બીજા ઘણા ન્યૂટ્રીએન્ટસથી ભરપૂર પાલક એક સુપર-ફૂડ છે.

સામાન્ય રીતે લોકો પાલકનું શાક બનાવી અથવા પરાઠા રૂપે ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ જો તમારે પાલકનો ભરપૂર ફાયદો ઉઠાવવો હોય તો પાલકનું જ્યૂસ પીવું સૌથી વધારે ફાયદાકારક રહે છે.

પાલકના જ્યૂસને બહુ પાતળું ન બનાવો નહીંતર તેમાંથી ફાઇબર્સનો નાશ થાય છે. પાલમાં વિટામિન એ, સી, ઇ, કે અને બી કોમ્પલેક્સ ઘણી માત્રામાં હોય છે. આ ઉપરાંત તેમાં મેગનીઝ, કેરોટીન, આયર્ન, આયોડીન, કેલ્શિયમ, મેગેન્શિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફોરસ અને આવશ્યક અમીનો એસિડ પણ મળે છે.

આ કારણો છે જેના માટે પાલક ના જ્યૂસની ભલામણ કરવામાં આવે છે
1.પાલક માં વિટામિનની પ્રમાણતા વધારે જોવા મળે છે.પાલકનો જ્યૂસ પીવાથી હાડંકા મજબુત બને છે.
2.પાચન પ્રક્રિયાને યોગ્ય રાખવા માટે પાલકનો રસ પીવો. શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવામાં મદદરૂપ રહે છે. આ ઉપરાંત, જો તમને કબજિયાતની સમસ્યાઓ હોય તો પાલક નો રસ તમારા માટે વધારે ફાયદાકારક રહેશે.
3. જો તમારી કોઈ ચામડીને લઇને સંબંધિત સમસ્યા હોય તો પાલક નો રસ પીવાથી તમને લાભ થશે. પાલકના પાનના રસનો ઉપયોગ ત્વચાને ફળદ્રુપ અને યુવાન રાખે છે. તે વાળ માટે પણ ફાયદાકારક છે
4. સગર્ભા સ્ત્રીઓને પણ પાલક નો રસ પીવા માટે સલાહ આપવામાં આવે છે. પાલકનો રસ પીવાથી સગર્ભા સ્ત્રીના શરીરમાં આયર્નની કોઈ ખામી રહેતી નથી.
5. ઘણા અભ્યાસમાં કહ્યું છે કે પાલક માં હાજર કેરોટિન અને હરિતદ્રવ્ય કેન્સર અટકાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત,તે આંખની દૃષ્ટિ માટે પણ સારું રહે છે.

You might also like