કારના જેકથી બારીના સ‌િળયા ઊંચા કરી તસ્કરો બંગલામાં ઘૂસ્યા

અમદાવાદ: દિલ્હી ફરવા માટે ગયેલા ઘોડાસરના એક પરિવારના બંગલોઝમાંથી 2.80 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જવાની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

બંગલોઝમાં ઘૂસવા માટે તસ્કરોએ કારના જેકનો ઉપયોગ કર્યો હોવાનું એફએસએલના અધિકારીઓ માની રહ્યા છે. દરવાજો તોડવાનો કે પછી બારીમાં લગાવેલ સ્ટીલના સ‌િળયા તોડવાનો અવાજ અડોશપડોશમાં આવે નહીં તે માટે તસ્કરોએ જેકથી સ્ટીલના સ‌િળયા ઊંચા કર્યા હતા.

ઘોડાસર વિસ્તારમાં આવેલ રાજપથ બંગલોઝમાં રહેતા અને ફેક્ટરી ધરાવતા રાજેશ વિનોદભાઇ શ્રીવાસ્તવ પત્ની અને બે બાળકો સાથે દિલ્હી ફરવા માટે ગયા હતા. તા. 15 મેના રોજ રાજેશ પરિવાર સાથે પોતાના ઘરે પરત આવ્યા ત્યારે તેમણે જોયું કે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને ‌િતજોરીમાંથી 2.80 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. રાજેશે તાત્કા‌િલક પોલીસ કંટ્રોલરૂમમાં ચોરી થઇ હોવાની ફરિયાદ કરી હતી. ચોરી થઇ હોવાની ફરિયાદ મળતાં વટવા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.

દરમિયાનમાં પોલીસે એફએસએલ અને ‌િફંગર‌િપ્રન્ટ એક્સ્પર્ટની ટીમને પણ બોલાવી દીધી હતી. તારીખ 13 મેના રોજ સવારે 6 વાગ્યા પછી ચોરી થઇ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું તો બીજી તરફ એફએસએલના અધિકારીએ પણ બંગલોઝની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તસ્કરો મકાનનો દરવાજો તોડીને નહીં, પરંતુ બારીમાં લગાવેલ સ્ટીલની જાળી ઊંચી કરી મકાનમાં પ્રવેશ્યા હતા.

You might also like