સ્કૂલ સંચાલકના મકાનમાંથી એક લાખ ૧૦ હજારની ચોરી

અમદાવાદ: અમદાવાદના કઠવાડા રોડ ઉપર આવેલ ગેલેક્સી હોમ્સમાં રહેતા સ્કૂલના સંચાલકના મકાનમાં તસ્કરો મોડી રાત્રે એક લાખ 10 હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. નિકોલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બાપુનગર ખાતે આવેલ સેન્ટ માર્ક સ્કૂલના સંચાલક એ.લીવીન વોટર્સ ફિની કઠવાડા રોડ પર આવેલ ગેલેકસી હોમ્સમાં રહે છે. 12 તારીખના રોજ એ.લીવીન તેના પરિવાર સાથે મકાનના ફર્સ્ટ ફ્લોર પર સૂતા હતા તે સમયે તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાની ‌િગ્રલ તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા. ‌િતજોરીનો નકૂચો તોડીને તસ્કરો એક લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયાની સોનાની બુટ્ટી લઇને ફરાર થઇ ગયા હતા.

13મી તારીખે વહેલી સવારે જ્યારે ઘરના સભ્યો ઊઠ્યા ત્યારે દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને ‌િતજોરીમાંથી એક લાખ રૂપિયા અને સોનાની બુટ્ટી ગાયબ હતી. નિકોલ પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચીને પંચનામું કર્યું હતું.

You might also like