ટ્રેનમાંથી રૂ.૧૦ લાખના હીરા જડિત ઘરેણાં સાથેનાં પર્સની તફડંચી

અમદાવાદ: દાદરા-ભૂજ એકસપ્રેસ ટ્રેનમાં ગઠિયાએ એક મહીલાની નજર ચૂકવી રૂ.૧૦ લાખના હીરા જડિત ઘરેણાં સાથેના પર્સની તફડંચી કરતાં વડોદરા રેલવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, મુંબઇના રહીશ વીરબાળાબહેન રમણલાલ શાહ નામનાં મહિલા મુંબઇથી દાદર-ભૂજ એકસપ્રેસમાં બેસી અમદાવાદ આવવા નીકળ્યાં હતાં. એકસપ્રેસના એસી કોચમાં મુસાફરી કરી રહેલાં આ મહિલાના પતિ અને પુત્રો ડાયમંડ જવેલરીનો બિઝનેસ કરતા હોઇ આ મહિલા પાસે હીરા જડિત દાગીના હતા. સવારે ૮ કલાકે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થઇ ત્યારે આ મહિલા પોતાના હીરા જડિત દાગીના, સોનાના પેન્ડલ તેમજ રોકડ રકમ સાથેનું પર્સ ઓિશકા નીચે રાખી સુઇ ગયા હતા. જ્યારે તેઓ જાગ્યા ત્યારે પર્સ ગાયબ થયેલ જણાતાં તેમણે આ અંગે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like