પેઢીમાંથી રૂ. ૧ કરોડની ચાંદી લઈ કારીગરો ફરાર

અમદાવાદ: રાજકોટની એક પેઢીમાંથી અાશરે રૂ. એક કરોડની ચાંદી તફડાવી ચાર કારીગરો ફરાર થઈ જતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે.

અા અંગેની વિગત એ‍વી છે કે રાજકોટના કોઠારિયા રોડ પર અાવેલ રણછોડનગરમાં ગુરકૃપા સિલ્વર ટચ નામની પેઢીમાં અનિલ ભંવર, મહેશ, રાજુ અને યાકુબ નામના કારીગરો છેલ્લા એક વર્ષથી કામ કરતાં હતાં. અા કારીગરો અવારનવાર ચાંદી લઈ જઈ પોતાના ઘરે જ ઘરેણાં અને અન્ય ચીજ વસ્તુ બનાવતા હતા. વેપારી સાથે ધરોબો કેળવી અા ચારેય કારીગરો થોડા દિવસ અગાઉ અાશરે રૂ. એક કરોડની ચાંદી ઘરેણાં બનાવવા લઈ ગયા હતા, પરંતુ સમયસર ચાંદી કે ઘરેણાં ન અાપતા વેપારીએ ઉઘરાણી કરી હતી. કડક ઉઘરાણી કરવામાં અાવતા અા કારીગરો ભયના કારણે રૂ. એક કરોડની ચાંદી લઈ પલાયન થઈ જતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like