ઘોડાસર, કારંજ અને સરદારનગરમાં તસ્કરોનો ત્રાસઃ છ લાખની મતાની ચોરી

અમદાવાદ: ઘોડાસર, કારંજ અને સરદારનગરમાં તસ્કરોએ તરખાટ મચાવી આશરે રૂ.૬ લાખની માલમત્તાની ચોરી કરતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ઘોડાસરમાં કેડિલા રોડ પર આવેલી ભગીરથ સોસાયટીના એક મકાનના તસ્કરોએ તાળાં તોડી તિજોરીમાંથી સોનાનો દોરો, બંગડી, બુટ્ટી, ચાંદીના સિક્કા અને રોકડ રકમ મળી આશરે રૂ.૧ લાખ ૩૦ હજારની ચોરી કરી હતી. જ્યારે કારંજ વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલી બાવા લતીફની ગલીના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આશરે રૂ.ર.૭પ લાખની રકમની ચોરી કરતા આ અંગે પોલીસે ફ‌િરયાદ કરાઇ છે.

આ ઉપરાંત સરદારનગરમાં હરેકૃષ્ણા સોસાયટીની બાજુમાં આવેલા આદર્શ બંગલોઝના એક મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી ગેલેરીમાંથી મકાનમાં ઘૂસી સોનાના દાગીના, રોકડ અને મોબાઇલ ફોન મળી રૂ.૧.૭પ લાખની મતાની ચોરી કરતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like