નાયબ મામલતદારના ઘરમાં તસ્કરો ત્રાટક્યાઃ સાત લાખનાં ઘરેણાંની ચોરી

અમદાવાદ: ગાંધીનગરના સેક્ટર ૨૯ ખાતે રહેતા નાયબ મામલતદારના ઘરમાં મોડી રાતે તસ્કરો ત્રાટકી રૂપિયા સાત લાખની કિંમતના ઘરેણાંની ચોરી કરતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે ગાંધીનગરના સેક્ટર ૨૯ બ્લોક નં.૩૦/૬ ચ-ટાઈપ ખાતેના મકાનમાં રહેતા પીએસ સિહોરા ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને ઉપરોક્ત સ્થળે પોતાના પરિવાર સાથે રહે છે. નાયબ મામલતદારના પુત્રના પુત્રીને ડેન્ગ્યુ થયો હોઈ પરિવારના સભ્યો વારંવાર પુત્રીની સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં જતા હતા. તે દરમિયાન તસ્કરોએ ઉપરોક્ત સ્ળથે અાવેલા મકાનના તાળા તોડી સોનાના સેટ, મંગળશૂત્ર, સોનાની ચેઈન, દસ નગ વીટી, સોનાનો લોકેટ તેમજ રૂપિયા ૪૫ હજારની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી સઘન તપાસ શરૂ કરી હતી પરંતુ હજુ સુધી તસ્કરોનું કોઈ પગેરુ મળ્યું નથી.

You might also like