કાર્ગો પ્લેનમાં મૂકેલી બેગમાંથી ૫૧ હજારની તફડંચી

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર એક મુસાફરે કાર્ગો પ્લેનમાં મૂકેલી બેગમાંથી રૂ.પ૧,૦૦૦ની રોકડ રકમની તફડંચી થતા સરદારનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

કે મુંબઇના રહીશ સંજય છગનજી ગાઠિયાએ પોતાની બેગ અમદાવાદ એરપોર્ટ ખાતે કાર્ગો પ્લેનમાં મૂકી મુંબઇ જવા રવાના થયા હતા. મુંબઇ એરપોર્ટ પર આ બેગનું તાળું તૂટેલી હાલતમાં હતું. આથી બેગમાં તપાસ કરતાં તેમાંથી કોઇ અજાણ્યા શખ્સે રૂ.પ૧,૦૦૦ની રકમની તફડંચી કરી હોવાનું જણાતાં તેમણે આ અંગે મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી કાર્ગો પ્લેનના કર્મચારીઓ તેમજ એરપોર્ટ પર કામ કરતાં કેટલાંક શખસોની પૂછપરછ શરૂ કરી છે.

You might also like