ચોરી કર્યા બાદ ચોરે પ૦ હજારની ખેરાત કરી!

અમદાવાદ: ચોરી અથવા લૂંટફાટ કરનાર ગુનેગાર મળેલી રકમનો ઉપયોગ પોતાની અંગત જરૂરિયાત અથવા મોજશોખ પાછળ કરીને ઉડાવી દેતો હોય છે, પરંતુ એક ચોરે ચોરીના ભાગમાં મળેલા પૈસામાંથી રૂ.પ૦,૦૦૦ રમજાન મહિનામાં ખેરાતમાં આપી દીધા હતા.

સુરતના ઉધનામાં કરિયાણાના હોલસેલ વેપારીના ત્યાં સાગરીતો સાથે મળી રૂ.૩ર લાખની ઘરફોડ ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાંચે સરખેજમાં રહેતા ત્રણ આરોપીઓને રોકડ રૂપિયા, મોબાઇલ અને કાર સાથે મળી રૂ.૪.૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. અલ્તાફ હુસેન ઉર્ફે ટીપુ ભીખુભાઇ કુરેશી (ઉં.વ. ર૪, રહે. સબનમપાર્ક, સરખેજ), ‌િજજ્ઞેશ ઉર્ફે ‌િજગર અંબાલાલ રાવલ (ઉં.વ.૧૯, રહે. સરખેજ)ને સરખેજ એલ.જે. કોલેજ નજીક રહેતા મહોબતજી ઉર્ફે બાદશાહે સુરત ખાતે બ્લેકના પૈસા લેવા જવાનું છે તેમ કહી લાલચ આપી હતી. પૈસા લેવા નરોડા પાટિયાકાંડના ગુનામાં ઝડપાયેલ અબ્બાસબેગ મિર્ઝા (રહે. આમેનાપાર્ક સોસા., સરખેજ)ને તૈયાર કરી મહોબતજી અને તેના અન્ય બે સાગરીત સાથે ઇન્ડિકા કારમાં ઉધના ખાતે ગયા હતા, જ્યાં એક કરિયાણાના હોલસેલ વેપારીની દુકાનમાંથી અલ્તાફ અને ‌િજગર ચોરી કરી પૈસા લઇ આવ્યા હતા.

તમામ આરોપીઓ અલગ અલગ રીતે અમદાવાદ ખાતે આવી ગયા હતા. અમદાવાદ આવ્યા બાદ મહોબતજી ઉર્ફે બાદશાહના ઘરે પૈસાનો ભાગ પાડ્યો હતો, જેમાં રૂ.૧૭.પ૦ લાખ મળ્યા હોઇ અબ્બાસને રૂ.ર.૧૦ લાખ, અલ્તાફ ઉર્ફે ટીપુને રૂ.ર.૧૦ લાખ મળ્યા હતા. આરોપી અલ્તાફે રૂ. ૧ લાખ પોતાના ઘરે સંતાડી દીધા હતા અને બાકીના રૂપિયા લઇ અજમેર શરીફ ફરવા ગયો હતો, જ્યાં તેણે ચોરીના રૂ.પ૦,૦૦૦ ગરીબ માણસોને ખેરાતમાં આપી દીધા હતા. બાકીના પૈસાથી મોબાઇલ ફોન ખરીદ્યો હતો.

અબ્બાસે પણ પોતાનું રૂ.૧ લાખનું દેવું ચૂકવી દીધું હતું. પોલીસે આરોપીઓ પાસેથી બાકીના રૂ.ર.૩૯ લાખ, મોબાઇલ ફોન-ર, ઇન્ડિકા કાર કબજે કરીને ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

You might also like