કાશ્મીરમાં હવે થિએટરો ફરીથી ધમધમશે

પીડીપીના વરિષ્ઠ પ્રધાન નઈમ અખતરે જણાવ્યું છે કે રાજ્ય સરકાર જમ્મુ-કાશ્મીર ખીણમાં ફરીવાર સિનેમાં ઘરોને ખોલવાની દિશામાં કાર્યવાહી કરશે. આ માટે સરકાર જરૂરી પગલાં પણ લેશે. સિનેમાં ઘરો ખોલવા સમાજના તમામ વર્ગોનો સહકાર પણ માગવામાં આવ્યો છે.

૧૯૯૦માં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના આતંકીઓએ ખીણમાં બળજબરીથી સિનેમાં ઘરો બંધ કરાવી દીધાં હતાં. તેમજ દારૂની દુકાનો પણ બંધ કરાવી દીધી હતી. ૧૯૯૯માં તત્કાલિન મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ શ્રીનગરમાં ત્રણ સિનેમાં ઘર રિગલ, નીલમ અને બ્રોડવેને ફરી ખોલવા પ્રયાસ કર્યા હતા.પરંતુ સઘન સુરક્ષા છતાં આતંકવાદીઓએ આ સિનેમાં ઘરો પર ગ્રેનેડ ફેંક્યા હતા જેમાં અનેક લોકોને ઈજા થઈ હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે સિનેમાં ઘરોની મરામત અને તેને થયેલા નુકસાનની ભરપાઈ કરવા નાણાકીય મદદ કરવા નિર્ણય કર્યો હતો.

You might also like