યુપીના યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં ચકચાર

અમદાવાદ: મોડાસા નજીક આવેલા ચારણવાડા ગામે પાણી પુરવઠાના પંપરૂમના ધાબા પરથી ગળાફાંસો ખાધેલી હાલતમાં ઉત્તર પ્રદેશના યુવાનની લાશ મળી આવતાં આ ઘટનાએ ચકચાર જગાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના તાડા તાલુકાના ભરેડિયા ગામનો રહીશ કિસનકુમાર રામશંકર રાજપરા નામનો રપ વર્ષીય યુવાન છેલ્લા કેટલાય વર્ષોથી મોડાસા ખાતે રહેતો હતો અનેે મજૂરી કામ કરી જીવન ગુજારતો હતો. આ યુવાને અગમ્ય કારણસર રાત્રીના સમયે ચારવડા ગામે પાણી પુરવઠાના પંપ રૂમના ધાબા પર ચડી લોખંડની પાઇપ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

તેની સાથે રહેતા અન્ય એક યુવાને આ અંગે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી અા યુવાન સાથે રહેતા અને મજૂરી કામ કરતા કેટલાક યુવાનોની પૂછપરછ કરી નિવેદનો લીધા હતા, પરંતુ આપઘાત કરવા પાછળનું કોઇ ચોકકસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ આ અંગે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like