યુવાન ડોકટરે રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર

ઇડરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવાન ડેન્ટિસ્ટે રહસ્યમય સંજોગોમાંં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. જ્યારે બીજી તરફ ભાઇના આ અંતિમ પગલાથી વ્યથિત થયેલી તેની બહેને પણ ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા તે હાલ સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, ઇડરની સિવિલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા અને સિટીના પાંચ હાટડિયા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ડૉ.ભાવીન રામકૃષ્ણ રામટાએ અગમ્ય કારણોસર તેના મકાનના ઉપરના માળે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

આ ડેન્ટિસ્ટના પિતાનું ર૦ વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેની માતા ગંભીરપુરામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ડૉકટર ગઇકાલે તેમની પત્નીને તેડવા માટે ઉદયપુર જવાના હતા દરમ્યાનમાં તેને આ અંતિમ પગલું ભર્યું હતું.

વ્હાલસોયા ભાઇના આપઘાતથી વ્યથીત થઇ ગયેલ તેની બહેન હિનલે પણ ફીનાઇલ પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જોકે તબીબોએ તેને સમયસર સારવાર આપી બચાવી લીધી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like