100 વર્ષમાં સૌથી ભયાનક પૂર, ફ્રાંસ અને યુરોપમાં જળબંબાકાર

પેરિસઃ ફ્રાંસ હાલ પૂરને કારણે બેહાલ છે. અહીં 100 વર્ષમાં પહેલી વખત આ રીતનું ભયાનક પૂર જોવા મળ્યું છે. રાજધાની પેરિસ સ્થિત જિસ લૂવ્રે મ્યુઝમ પણ પૂરની ઝપેટમાં આવી ગયું છે. જેને હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. ફ્રાંસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મ્યૂઝિયમમાંથી કિંમતી કલાકૃતિયોને હટાવી લેવાની સૂચના સત્તાધિશો દ્વારા આપવામાં આવી છે. પૂરને કારણે મ્યુઝિઝમની ગેલરીના મોટાભાગના હિસ્સાને નુકશાન થયું છે. વરસાદને કારણે સેન નદીનું જળ સ્તર પણ 6 ગણુ વધી ગયું છે.

ફ્રાંસ સહિત યૂરોપના અન્ય દેશોમાં પણ વરસાદને કારણે ખરાબ પરિસ્થિતિ  છે. સતત વરસી રહેલા વરસાદને કારણે 11 લોકોના મોત નિપજ્યા છે. વધારે પડતાં લોકો જર્મનીમાં માર્યા ગયા છે. સેટ્રેલ યુરોપમાં વરસાદ અંગે ભવિષ્ય વાણી કરવામાં આવી હતી. થોડાક જ કલાકોમાં ત્યાં 50mm વરસાદ ખાબક્યો છે. સેન નદીમાં ઇમરજન્સિ બૈરિયર ખોલી દેવામાં આવ્યાં છે. જળ સ્તર વધવાના કારણે નદીના તટને પણ નુકશાન પહોંચ્યું છે.

યુરોપમાં ફ્રાન્સ અને જર્મનીમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી  છે. હજારો લોકોને સ્થળાતર કરવાની ફરજ પડી છે. સેટ્રલ યુરોપે ફ્રાંસથી લઇને યુક્રેન સુધી ભારે વરસાદની ચેતાવણી આપી છે. દક્ષિણ જર્મનીના અનેક શહેરોમાં પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે. પૂરને કારણે બેલ્જિયમ અને પોલેન્ડ પણ બે હાલ છે.

ફ્રાંન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે જણાવ્યું છે કે આવી ગંભીર પરિસ્થિતિ જળવાયુ પરિવર્તનને કારણે સર્જાઇ છે. આ એક ગ્લોબલ પડકાર છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે ઇમરજન્સી ફંડ ફાળવવામાં આવેશે. સેન નદીની નજીકથી પસાર થઇ રહેલી રેલવે લાઇને અને રેલવે ઓપરેટર SNCFને બંધ કરી દેવામાં આવ્યો  છે. પૂરને કારણે વીજ  વ્યવહાર પણ ખોરવાઇ ગયો છે.
 

You might also like