દુનિયાની એકમાત્ર સૌથી ખુશખુશાલ વ્યક્તિઃ અમેરિકન યુનિવર્સિટીઅે રિસર્ચ કર્યું

નેપાળ: 2017માં દરેક વ્યક્તિ ખુશ રહી શકે તેવા એક સમાચાર સામે અાવ્યા છે. નવા વર્ષના બીજા દિવસે એક એવી વ્યક્તિ મળી અાવી છે જે દુનિયાની એક માત્ર સૌથી ખુશખુશાલ વ્યક્તિ છે જે છેલ્લે 1991માં દુઃખી થઈ હતી. તેની ખુશીથી હેરાન થઈને અમેરિકન યુનિવર્સિટીઅે ખુશીનું કારણ જાણવા માટે 12 વર્ષ સુધી રિસર્ચ કર્યું તે પણ મગજમાં 256 સેન્સર લગાવીને. ત્યારબાદ ખુદ યુનાઈટેડ નેશને અા વ્યક્તિને દુનિયાની સૌથી ખુશખુશાલ વ્યક્તિ માની લીધી છે જેને 45 વર્ષમાં ખુશીને જ પોતાની અાદત બનાવી લીધી છે.

સૌથી ખુશખુશાલ વ્યક્તિ મેથ્યુ રિકોર્ડ ફ્રાન્સમાં જન્મ્યો હતો. 1971-72થી લઈને અત્યાર સુધી સતત ખુશીને જ પોતાની અાદત બનાવી લીધી છે. મેથ્યુઅે જણાવ્યું કે અા 45 વર્ષોમાં મેં ખુદ પર અલગ અલગ રિસર્ચ કરીને ખુશ રહેવાના સાયન્ટિફિકથી લઈને અલગ અલગ રીતો ડેવલપ કરી છે. અા મારી જિંદગીની સૌથી મોટી પ્રોપર્ટી છે. 70 વર્ષના મેથ્યુઅે જણાવ્યું કે પહેલા હું અાજના લોકોની જેમ નાની નાની બાબતોમાં ટેન્શનમાં અાવી જતો હતો. 1972ના વર્ષમાં જ્યારે દાર્જિલિંગ અાવ્યો ત્યારે મારા શિક્ષક કાન્ગયુરે ડે ટુ ડે લાઈફમાં ખુશ રહેતા શિખવાડ્યું.

ધીમે ધીમે તે અાદત બની ગઈ. 1991માં સૌથી વધુ દુઃખ મારી સૌથી પ્રિય ટીચરના મૃત્યુ સમયે થયું હતું. ત્યાર પછી હું ક્યારેય દુઃખી થયો નથી. હું જ્યાં જાઉ ત્યાં લોકો મારી ખુશીની ફોર્મ્યુલા પૂછવા લાગે છે. ખુશીનું રહસ્ય જાણવા માટે અમેરિકાની નંબર વન સાયન્ટિફિક યુનિવર્સિટી વિસકોન્સિસના વૈજ્ઞાનિકોઅે મારા મગજ પર 12 વર્ષ સુધી રિસર્ચ કર્યું. મારા માથા પર 256 સેન્સર લગાવીને ખરાબમાં ખરાબ પરિસ્થિતિઅોમાં મારા મગજમાં શું ચાલી રહ્યું છે તેનો રિપોર્ટ તૈયાર કર્યો. અા રિસર્ચમાં મારી અંદર એક ગામા તરંગ જોવા મળ્યું. અા તરંગ બહુ અોછા લોકોના મગજમાં ડેવલપ થાય છે. તેનું કામ દરેક કન્ડિશનમાં ખુશીના લેવલને વધારવાનું હોય છે. અા તરંગ મેં જાતે ડેવલપ કર્યા છે.

ખુશ રહેવાના મંત્ર

મેથ્યુઅે ખુશ રહેવાના સૌથી સરળ પાંચ િનયમો જણાવ્યા છે. કમ સે કમ ત્રણ મહિના સતત તેને ફોલો કરવાથી તમે ખુદમાં ખુશીની અાદત ડેવલપ કરી શકો છો. મેથ્યુ ખુશ રહેવા માટે મેડિટેશનથી લઈને ઘણી મુશ્કેલ રીતો અપનાવે છે. પરંતુ અહીં તેને એવી સરળ રીતો જણાવી છે જેને બિઝી લાઈફમાં અાપણે અપનાવી શકીઅે. તેને 24 કલાક ખુશ રહેવાના પાંચ મંત્રોઅાપ્યા છે. મંત્ર નંબર 1 છે અેકથી બે મિનિટ સુધી મોટી અાંખો કરીને જોવું. સવારે ઊઠીને તરત જ અા એક્સર્સાઇઝ કરવી. મંત્ર નંબર 2 છે દરેક કલાકે 10 સેકન્ડ કાઈન્ડનેસ એક્સર્સાઇઝ કરવી. સવારે ઊઠેા ત્યારથી રાત્રે સૂતા સુધી દરેક કલાકે અામ કરવું. મંત્ર નંબર 3 અે છે કે તમે જે વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરતા હો તેની હસતી તસવીર એક મિનિટ સુધી સતત જોવી. દિવસમાં બેથી ત્રણ વાર અામ કરવું. જ્યારે મંત્ર નંબર 4 છે જ્યારે ડિપ્રેશન જેવું અનુભવાય અથવા અનુમાન પ્રમાણે પરિણામ ન મળે ત્યારે ચોકલેટ કે અખરોટ ખાવાં મંત્ર નંબર 5 છે દરે કલાકે અથવા તો જ્યારે નર્વસ ફિલ કરતા હો ત્યારે મોં ખોલીને સ્માઈલ અાપવું.

home

You might also like