આ છે દુનિયાની Colorful Cities, એક વખત અચુક મુલાકાત લો

દુનિયા ખૂબ જ અનોખી અને રંગબેરંગી છે. અહીંયા ઘણા શહેર એવા છે જે રંગબેરંગી સજાયેલું હોય છે. આ શહેરોને જોઇને મન ખુશ થઇ જાય છે. જે રીતે લોકો પોતાના ઘરમાં રંગબેરંગી કલર કરાવે છે એવી જ રીતે ઘણા શહેરો પણ કલરની થીમ પર બનેલા છે. જેમ કે રાજસ્થાનનું શહેર જયપુરને ગુલાબી શહેર કહેવામાં આવે છે. એવી ઘણી જગ્યાઓ છે જે એકદમ રંગબેરંગી છે. ચલો તો જાણીએ એવા જ કેટલાક શહેરો વિશે.

1. વેનેટિયન ટાઉન. ઇટલી
ઇટલી દેશના વેનેટિયન શહેર પોતાના અનોખા અને કલર થીમના કારણે ઘણુ જાણીતું છે. આ શહેરને કલરફુલ બનાવવામાં માટે અહીંના લોકોનું ખાસ કારણ હતું. અહીંના લોકો માછલી પકડવાનું કામ કરતા હતા અને ઘણા મહીનાઓ સુધી ઘરની બહાર રહેતા હતા. જ્યારે એ લોકા એમના ઘરે પાછા આવે છે તો ત્યાં બરફ પડવાને કારણે એમને પોતાનું ઘર શોધવામાં મુશ્કેલી પડતી હતી જેના કારણે એ એમના ઘરને ઓળખવા માટે અલગ અલગ રંગ કરતાં હતા.

colorful-2

2. સેંટા માર્ટા ફવેલા, બ્રાઝીલ
બ્રાઝીલ દેશ ખૂબ જ રંગબેરંગી છે પરંતુ અહીંની સ્લમ વસ્તી સેંટા માર્ટા ફવેલા આ દેશની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. અહીંયા ગરીબોની રંગબેરંગી ઝુગ્ગિઓ છે. જેને જોવા માટે પર્યટક દૂરદૂરથી અહીંયા આવે છે.

colorful-3

3. નૂક, ગ્રીનલેન્ડ
ગ્રીનલેન્ડની રાજધાની નૂક શહેરની સુંદરતા અહીંનો પ્રાકૃતિક નજારો છે. ઉપરથી બરફથી ઘેરાયેલી અને ચારે બાજુ ફેલાયેલ દરિયાનું પાણી આ શહેરની સુંદરતાને વધારે વધારી દે છે. અહીંના રહેનારા લોકોએ પોતાની જરૂરીયાત હિસાબથી નાના ઘર બનાવ્યા છે. અહીંના રંગીન ઘર અહીંની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે.

nook

4. પાસુઆ સિટી, મેક્સિકો
મેક્સિકો દેશ પોતાના ગેરકાયદે ધંધા અને ક્રાઇમના કારણે જાણીતો છે. પાસિયો સિટી આ દેશની નાની વસ્તી છે જે ક્રાઇમ માટે ખૂબ જાણીતી છે. સરકારે આ જગ્યાને ક્રાઇમ ખતમ કરવા અને લોકોને સુધારવા માટે 20 હજાર પેન્ટનો પૂરો ઉપયોગ કરીને આખી બસ્તીને કલરફુલ બનાવી દીધી છે કારણ કે પર્યટકોની નજર પડે અને અહીંયા ફરવા માટે આવે.

5. એલ્કાફ બ્રિજ, સિંગાપોર
ફરવા માટે લોકોની પહેલી પસંદ સિંગાપોર દેશ છે. અહીંની સૌથી સ્વચ્છ અને સુંદર જગ્યા છે. એલ્કાફ બ્રિજ, જે 1997માં બનાવવામાં આવ્યો હતો.

singapore

http://sambhaavnews.com/

You might also like