થ્રીડીમાં બની દુનિયાની સૌથી પહેલી સંસ્કૃત ફિલ્મ

પણજી: અાંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભના ફિલ્મ બજારખંડમાં દુનિયાની પહેલી થ્રીડીમાં બનેલી સંસ્કૃત ફિલ્મ ‘અનુર‌િક્ત’ અાકર્ષણનું કેન્દ્ર રહી. અા ફિલ્મનું નિર્દેશન અશોકન પીકે દ્વારા કરાયું છે. અા ફિલ્મનું નિર્માણ હેપી ટ્યૂન્સ મીડિયાઅે કર્યું છે. અનુરક્તિની કહાણી વસુધા નામની યુવતીની અાસપાસ ફરે છે. નાઈકા વસુધા એક પંજાબી ડાન્સર છે અને કેરળ કુડીયાટ્ટમ નૃત્ય શીખવા અાવે છે. વસુધાને અહીં તેના ગુરુના પુત્ર સાથે પ્રેમ થઈ જાય છે. બંનેની વચ્ચે એક મિસ અંડરસ્ટેન્ડિંગ થાય છે અને કહાણી અાગળ વધે છે.

ફિલ્મનો સમય ૮૦ મિનિટનો છે. ફિલ્મના નિર્દેશક અશોકન પીકે જણાવે છે કે અા ફિલ્મને બનાવવા માટે ૧૦ શિક્ષકની મદદ લેવામાં અાવી હતી અને બધાંઅે એકસાથે મળીને કામ કર્યું. સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃતમાં ફિલ્મ બનાવી રહ્યા હતા તેથી અમે અે વાતનું બહુ ધ્યાન રાખ્યું કે કોઈ પણ પ્રકારની ભાષાની ભૂલ ન થાય.

સંસ્કૃતમાં ફિલ્મ બનાવવા પાછળનો હેતુ અે હતો કે અાપણી પ્રાચીન ભાષા નવી અને ભાવિ પેઢી સુધી પહોંચે. ફિલ્મના નિર્માતા વિઝિત પીકે કહે છે કે અા ફિલ્મને અમે નેશનલ એવોર્ડ માટે મોકલવાના છીઅે. તે અાવતા વર્ષના ફેબ્રુઅારી મહિના સુધી રિલીઝ કરાશે. ફિલ્મમાં એક ગીત પણ છે, જે સંસ્કૃત ભાષામાં મેં ખુદ ગાયું છે.

વિઝિત પીકે વધુમાં કહે છે કે સંસ્કૃત જેવી પ્રાચીન ભાષાને પ્રોત્સાહન અાપવા માટે અાપણે ફિલ્મોનો સહારો લેવો પડશે. જો અાપણે અા ભાષાને બચાવવા માટે તેને અાજની જનરેશન સાથે ન જોડીઅે તો સંસ્કૃત સંપૂર્ણ રીતે લુપ્ત ભાષા બની જશે.

You might also like