સુરતના લિંબાયતમાં પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

સુરતના લિંબાયત વિસ્તારમાંથી મહિલાના ઘરમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)એ નશાકારક એમડીએમએ ડ્રગ્સ સાથે મહિલાની ધરપકડ કરી છે. પોલીસને મહિલાના ઘરમાંથી ૧પ૦ ગ્રામ જેટલું એમડીએમએ ડ્રગ મળી આવ્યું હતું, જેની અંદા‌િજત કિંમત પ લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય પોલીસવડાએ રાજ્યમાં નશાનો વેપાર કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એટીએસ અને એસઓજીની ટીમને સૂચના આપી છે, જેના આધારે સુરત શહેરમાં પોલીસ દ્વારા નશાનાે વેપાર કરનારા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે, જેમાં ગઈ કાલે સુરત એસઓજીની ટીમને માહિતી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીમાં રહેતી એક મહિલાના ઘરે પ્રતિબંધિત એમડીએમએ ડ્રગ્સ છે, જેના આધારે એસઓજીએ ટીમ સાથે મહિલાના ઘરે દરોડો પાડ્યો હતો.

પોલીસને ઘરમાંથી ૧પ૦ ગ્રામ એમડીએમએ ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે મહિલાની ધરપકડ કરીને તે આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવી હતી અને કોને આપવાની હતી તેની પૂછપરછ શરૂ કરી છે.

You might also like