પતિ સાથે બાઇક પર જઈ રહેલી પત્નીનો નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત

અમદાવાદ: થરાદ નજીક લેડાઉ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂકી એક મહિલાએ આત્મહત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે થરાદ પાસે આવેલા લેડાઉ ગામ ખાતે રહેતી એક મહિલા તેના પતિ સાથે બાઇક પર પસાર થઇ રહી હતી ત્યારે આ મહિલાએ અચાનક જ બાઇક પરથી ઊતરી જઇ બાજુમાં પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

કેનાલની આજુબાજુથી પસાર થઇ રહેલા લોકોએ આ મહિલાને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા મહિલાનું મોત થયું હતું. આ મહિલા ગઇકાલે તેના પતિ સાથે તેના પિયર ગઇ હતી. પિયરથી પરત ફરતી વખતે પતિ-પત્ની વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થતાં આ મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે. તરવૈયાઓએ ભારે જહેમત બાદ લાશને બહાર કાઢી હતી. પોલીસે લાશને પી.એમ. માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે. મહિલાનું નામ હજુ સુધી જાણી શકાયું નથી.

You might also like