પારિકરના નિધનથી સમગ્ર દેશ શોકમાં: રાજકીય સન્માન સાથે આજે સાંજે અંતિમ વિદાય

ગોવાના મુખ્યપ્રધાન અને દેશના પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરનું ગઈ કાલે રવિવારે ૬૩ વર્ષની વયે નિધન થયું. તેમને એડ્વાન્સ્ડ પેન્ક્રિયાટિક કેન્સરની બીમારી હતી. આ બીમારીની જાણ ગત વર્ષના ફેબ્રુઆરીમાં થઈ હતી. ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કની જાણીતી હોસ્પિટલોમાં તેમની સારવાર કરાવવામાં આવી હતી.

આજે સાંજે પાંચ વાગ્યે કેમ્પલ સ્થિત એસએજી મેદાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પારિકરના પાર્થિવદેહને પહેલાં ભાજપ કાર્યાલય અને બાદમાં કલા અકાદમી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તમામ લોકો સાંજે ચાર વાગ્યે તેમને અહીં શ્રદ્ધાંજલિ આપી શકશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત અનેક કેન્દ્રીય પ્રધાનો, રાજ્યના મુખ્યપ્રધાનો સહિતના દિગ્ગજ નેતાઓ પણ આજે સાંજે મનોહર પારિકરની અંતિમયાત્રામાં સામેલ થશે અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપશે. કેન્દ્ર સરકારે આજે દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ દરમિયાન સરકારી ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. ગોવામાં સાત દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર મનોહર પારિકરના પાર્થિવદેહને ભાજપના કાર્યાલય અને પ્રદેશના કલા-સંસ્કૃતિ કેન્દ્રમાં સવારે અને બપોરે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

૩ ડિસેમ્બર, ૧૯પપના રોજ ગોવાના માપુસામાં જન્મેલા મનોહર પારિકર એવા પહેલા મુખ્યપ્રધાન હતા, જેઓ આઈઆઈટીથી પાસઆઉટ હતા. તેઓ ચાર વખત ર૦૦૦-૦ર, ર૦૦ર-૦પ, ર૦૧ર-૧૪, અને ર૦૧૭-માર્ચ ર૦૧૯ સુધી એમ ચાર વખત ગોવાના મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા. ર૦૧૪માં જ્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર બની ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગોવાની રાજનીતિ છોડીને કેન્દ્રીય રાજનીતિમાં સક્રિય થવા જણાવ્યું હતું. ત્યારબાદ પારિકરને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago