જાણીતી બ્રાન્ડ ‘ગવ્યમૃત’ દૂધ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું

અમદાવા: મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગની ફલાઇંગ સ્કવોડ દ્વારા એપ્રિલ મહિનાની શરૂઆતમાં શહેરમાં વેચાતા દૂધમાંની ભેળસેળ ચકાસવા વિભિન્ન ડેરી ઉપરાંત ફરતી બોલેરો ગાડી અને સાઇકલ ઉપર દૂધની ફેરી કરનારા સહિતના ધંધાર્થીઓના ત્યાં દરોડા પાડીને દૂધના નમૂના લેવાયા હતા, જે પૈકી રાજસ્થાનનું ‘ગવ્યમૃત’ નામનું સ્ટાન્ડર્ડાઇઝ્ડ દૂધ સબસ્ટાન્ડર્ડ નીકળ્યું છે. તાજેતરમાં તંત્ર દ્વારા દૂધના ચાર નમૂનાને અપ્રમાણિત જાહેર કરાયા હતા.

આ તમામ નમૂના નિયત ધારાધોરણ મુજબના ન હોઇ સબસ્ટાન્ડર્ડ હતા, જેમાં બાપુનગરના જય અંબે દૂધ ઘરનું ભેંસનું દૂધ, જમાલપુર ચકલા પાસે ફરતી બોલેરો પિકઅપ ગાડી અને શ્યામલ ચાર રસ્તા પાસે સાઇકલ ઉપર દૂધની ફેરી કરતા ફેરીવાળાનું દૂધ મ્યુનિસિપલ લેબ.માં ચકાસણીના અંતે સબસ્ટાન્ડર્ડ નીકળ્યું હતું.

આ દૂધના નમૂના પૈકી જોધપુરના વિરાજ ગોરસ ભંડારમાંથી લેવાયેલા ‘ગવ્યમૃત’ પ૦૦ મિલિ.ના પાઉચના દૂધની ચકાસણીમાં તેમાં નિર્ધારિત ફેટના પ્રમાણ કરતાં ઓછું નીકળતાં આ બાબત ચર્ચાસ્પદ બની છે.

You might also like