વારાણસી: અલાહાબાદમાં ૨૦૧૯માં યોજાનારા કુંભને લઈને રાજ્ય સરકારે હાલ તડામાર તૈયારી આરંભી દીધી છે. જેમાં કુંભમાં સાધુ અને સંન્યાસીઓ તરફથી દેવી અને દેવતાઓના જળાભિષેક અને વિશિષ્ટ કાર્યક્મ માટે દેશની સપ્ત નદી સાથે જ મુખ્ય નદીઓનુ જળ એકત્ર કરવામાં આવશે. એટલું જ નહિ કુંભ દરમિયાન કાશી, અયોધ્યા અને લખનૌમાં વિવિધ વિષયો પર ચર્ચાનું આયોજન કરવામાં આવશે.
આ ચર્ચામાં યુવા કુંભ, મહિલા કુંભ,મેરોથોન સમરસતા, જીવનશૈલી, પર્યાવરણ અને ગંગાની સુરક્ષા તેમજ સંશોધનને લગતા વિષયનો સમાવેશ થાય છે. જેમાં લખનૌમાં યુવા કુંભ પર આયોજિત વાતચીતમાં આઈઆઈટી, આઈઆઈએસ, આઈઆઈએમ અને દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ, આઈઆઈએમ અને દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ, વિશ્વવિદ્યાલયોને જોડવા સાથે જ યુવા મેરોથોનનું આયોજન કરવામાં આવશે.આ વાતચીતમાં યુવાનોને અાધ્યાત્મકતા સાથે પણ જોડવામાં આવશે. આ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાત કંંુભ મેળામાં કાશીમાં અપ્રવાસી ભારતીય સમેલનનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં સર્વ સમાવેશી ભારતીય ચિંતન અને કુંભ વિષય સાથે ધાર્મિક પરંપરા અને સમન્વય અંગે વાત થશે. કંુભમાં આ વખતે સાત મુખ્ય નદીઓ ગંગા, ગોદાવરી, નર્મદા, કાવેરી, કૃષ્ણા , બ્રહ્મપુત્રા અને યમુનાનાં ઉદગમ સ્થળથી જળ લાવવાની યોજના છે.