વિરાટ સેનાએ કિવી ટીમને પછાડવા ‘જોર’ લગાવ્યું

કાનપુરઃ ટીમ ઇન્ડિયા મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી અને અંતિમ વન ડે મેચ માટે આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યે અહીંના મેદાનમાં ઊતરવાની છે. શ્રેણીની શરૂઆત પહેલાં એવું માનવામાં આવતું હતું આ શ્રેણી એક તરફી બની રહેશે, પરંતુ એવું બન્યું નહીં અને મુંબઈમાં રમાયેલી પ્રથમ વન ડે ન્યૂઝીલેન્ડે છ વિકેટે જીતી લીધી. જોકે પુણે ખાતેની બીજી વન ડેમાં ટીમ ઇન્ડિયાએ વળતો હુમલો કરીને છ વિકેટે જીત હાંસલ કરી શ્રેણી ૧-૧થી બરોબર કરી. હવે આવતી કાલે રમાનારી વન ડે નિર્ણાયક બની રહેવાની છે.

આવતી કાલે નિર્ણાયક મેચ હોવાથી ટીમ ઇન્ડિયા કિવી ટીમને કોઈ તક આપવા ઇચ્છતી નથી. આથી વિરાટ એન્ડ કંપનીએ જોરદાર તૈયારી કરી છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના પેજ પર કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભારતીય ટીમના ખેલાડીઓ જિમમાં જોરદાર પરસેવો પાડી રહ્યા છે. જો આવતી કાલે ટીમ ઇન્ડિયા આ શ્રેણી જીતી જશે તો તે ઘરઆંગણે સતત સાતમો શ્રેણીવિજય હશે. જો ન્યૂઝીલન્ડ આ શ્રેણી જીતી જશે તો તેઓનો ભારતમાં ચાર દાયકા બાદ કોઈ શ્રેણી વિજય હશે.

You might also like